એપશહેર

મહુવામાં એતકરફી પ્રેમમાં પાગલ યુવક છોકરી પર હથિયાર લઈને તૂટી પડ્યો, કરી નાખી ઘાતકી હત્યા

ભાવનગરના મહુવામાં પણ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ખેતરમાં મંજૂરી કામ કરતી છોકરી પર ધારદાર હથિયાર લઈને તૂટી પડ્યો અને બહેનપણીઓની નજર સામે જ તેણીને મોતને ઘાટ ઉતારી દઈને ફરાર થઈ ગયો. આ દરમિયાન બચાવ કરી રહેલી મૃતકની બહેનપણીઓને પણ નાની-મોટી ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ કરીને ફરાર હત્યારા સામે ગુનો દાખલ કર્યો છે.

Edited byદીપક ભાટી | Agencies 15 Oct 2022, 10:47 pm
સુરતમાં દેશભરમાં ચકચાર મચાવનાના ગ્રીષ્મા હત્યા કેસ બાદ રાજ્યમાં એકતરફી પ્રેમમાં મર્ડરનો સિલસિલો હજી થમવાનું નામ નથી લઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના મહુવામાં પણ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ખેતરમાં મંજૂરી કામ કરતી છોકરી પર ધારદાર હથિયાર લઈને તૂટી પડ્યો અને બહેનપણીઓની નજર સામે જ તેણીને મોતને ઘાટ ઉતારી દઈને ફરાર થઈ ગયો. આ દરમિયાન બચાવ કરી રહેલી મૃતકની બહેનપણીઓને પણ નાની-મોટી ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે પૂછપરછ કરીને ફરાર હત્યારા સામે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
I am Gujarat Bhavnagar Crime News
પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


મીડિયા રિપોર્ટ અનુસાર જેસર તાલુકાના ભાનડિયા ગામે યુવતી તેના મામાના ઘરે રહેતી હતી અને ખેતરમાં કામ કરતી હતી. યુવક પણ તેની સાથે જ કામ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી સાથે કામ કરતા બંન્ને વચ્ચે બોલચાલના સંબંધ હતા. યુવકે ઘણીવાર યુવતીને લગ્ન કરવા માટે પણ દબાણ કર્યું પરંતુ યુવતીએ વારંવાર ના પાડતા અંતે યુવક ઉશ્કારાઈ ગયો હતો અને તેણે યુવતીને મારી નાખવાનો પ્લાન બનાવ્યા હતો.

આ દરમિયાન શનિવારે યુવતી તેની બહેનપણીઓ સાથે ખેતર તરફ જઈ રહી હતી, ત્યારે યુવક તેની રાહ જોઈને બેઠો હતો. યુવતી પોતાનો બચાવ કરે તે પહેલા જ આરોપીએ તેના પર ધારદાર હથિયારથી હુમલો કરી દીધો, જેથી યુવતી જમીન પર પટકાઈ હતી. દરમિયાન તેની સહેલીઓએ પણ યુવતીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વિફરાયેલા પ્રેમીના હાથમાં હથિયાર જોઈ તે પણ ડરી ગઈ હતી. જો કે, પ્રતિકાર કરતી વખતે બહેનપણીઓને પણ ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે બહનેપણીઓએ પોલીસ અને ગ્રામજનોને બધી હકીકત જણાવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર સમગ્ર મામલે મૃતક યુવતીના મામાનું કહેવું છે કે, 17 વર્ષ ભાણી મારી સાથે જ રહેતી હતી અને મજૂરી કરતી હતી.દરમિયાન વર્ષ પહેલા વાતચીત બાદ બોલાચાલી થતાં ખેડૂત યુવકને કામ પરતી કાઢી મૂક્યો હતો. તેની દાઝ રાખીને તેણીએ ભાણીની નિર્મમ હત્યા કરી નાખી. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને યુવક અંગે પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story