એપશહેર

લોકડાઉનમાં વતન ગયેલા મજૂરોને કામ પર પાછા બોલાવવા રાજકોટના વેપારીએ મોકલી બસ

જે મજૂરો લોકડાઉન દરમિયાન વતન પરત ફર્યા હતા તેઓને હવે એડવાન્સમાં પગાર, બસનું ભાડું આપીને કામ પર પાછા બોલાવવામાં આવી રહ્યા છે.

I am Gujarat 21 Sep 2020, 5:12 pm
પશ્ચિમ બંગાળના પ્રવાસી મજૂરોનું એક ગ્રૂપ બસ મારફતે ગુજરાત આવી રહ્યું છે. આ મજૂરો રાજકોટની એક જ્વેલરી કંપનીમાં નોકરી કરે છે. લોકડાઉનના કારણે તેઓ વતન પરત ફર્યા હતા પણ હવે તેઓ કામ માટે રાજકોટ જઈ રહ્યા છે. જે મજૂરો લોકડાઉન દરમિયાન વતન પરત ફર્યા હતા તેઓને હવે એડવાન્સમાં પગાર, બસનું ભાડું અને કોવિડ ટેસ્ટની વ્યવસ્થા કરી આપીને કામ પર પાછા બોલાવવામાં આવી રહ્યા છે. સુરતના હીરાના એક વેપારીએ આ મજૂરોને પાછા કામ પર બોલાવવા માટે બસની વ્યવસ્થા કરી આપી છે અને આ મજૂરોને એડવાન્સમાં પગાર પણ આપવામાં આવી રહ્યો છે.
I am Gujarat q3


દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન લાગુ થયું હતું ત્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં આ મજૂરો ગુજરાતના વિવિધ શહેરો જેવા કે સુરત અને રાજકોટમાંથી પોતાના વતન પરત ફર્યા હતા. જ્વેલરીની કારીગરીનું કામ જાણતા પશ્ચિમ બંગાળના મજૂરોને હવે રાજકોટમાં કામ પર પાછા બોલવવામાં આવી રહ્યા છે. રાજકોટના જ્વેલરી શોપના માલિકે આ કારીગરોને પશ્ચિમ બંગાળથી પરત લાવવા તેમના માટે ખાસ સ્લીપર કોચ બસ મોકલી આપી છે. કારણકે, લોકડાઉન બાદ અનલોકમાં જ્વેલરી શોપ શરૂ થયા છે અને આ કારીગરોની ખાસ જરૂર છે.

પશ્ચિમ બંગાળના એક કારીગરે આ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે લોકડાઉનમાં અમે રાજકોટથી વતન પરત ફર્યા હતા. તે મહિનાઓ દરમિયાન ઘરે અમારી પાસે કોઈ કામ નહોતું. જ્યારે હવે અમને રાજકોટમાં નોકરી પર પાછા બોલાવવામાં આવી રહ્યા છે તો અમે કામ કરવા માટે તૈયાર છીએ. ગુજરાતમાં ઉદ્યોગ-ધંધા ફરી શરૂ થયા છે અને મજૂરો હવે ત્યાં કામ પર જવા માટે તૈયાર છે. ત્યારે એક પ્રવાસી મજૂરે કહ્યું કે હું પણ રાજકોટમાં નોકરી માટે પાછો જઈ રહ્યો છું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો