એપશહેર

જામનગરઃ લગ્નમાં થયો રૂ.500 અને 2000ની નોટોનો વરસાદ, જોનારા પણ જોતા રહી ગયા

Yogesh Gajjar | I am Gujarat 1 Dec 2019, 12:59 pm
જામનગરના ચેલા ગામે એક પરિવારના લગ્ન પ્રસંગમાં રૂપિયાનો વરસાદ કરાયો હતો. લગ્નમાં વરઘોડામાં વર પક્ષે રૂપિયા 2000 અને 500ની નોટો હવામાં ઉછાળવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જાન હેલિકોપ્ટર મારફતે પરણવા આવી હતી. જેમાં વરઘોડા દરમિયાન વર પક્ષના લોકોએ અધધધ… એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની રકમ ઉડાડી હતી. જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ લગ્નનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

Read Next Story