એપશહેર

PM મોદીએ એરફોર્સના હેલિકોપ્ટરમાંથી જોઈ તૌકતેએ સૌરાષ્ટ્રમાં સર્જેલી તબાહી

દિલ્હીથી ભાવનગર પહોંચેલા પીએમ મોદીએ ભાવનગર એરપોર્ટ પરથી જ હેલિકોપ્ટરમાં બેસી ઉડાન ભરીને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોનો એરિયલ સર્વે કર્યો

I am Gujarat 19 May 2021, 3:10 pm
અમદાવાદ: આજે દિલ્હીથી ભાવનગર આવી પહોંચેલા પીએમ મોદીએ એરફોર્સના હેલિકોપ્ટરમાં બેસીને સૌરાષ્ટ્રમાં તૌકતેએ સર્જેલી તબાહીને જોઈ હતી. આ હેલિકોપ્ટરે ભાવનગર એરપોર્ટ પરથી જ ઉડાન ભરી હતી. જેમાં બેસીને પીએમ મોદીએ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે સીએમ વિજય રુપાણી, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ હાજર રહ્યા હતા.
I am Gujarat pm modi conducts arial survey of cyclone affected areas in saurashtra
PM મોદીએ એરફોર્સના હેલિકોપ્ટરમાંથી જોઈ તૌકતેએ સૌરાષ્ટ્રમાં સર્જેલી તબાહી



પીએમ મોદીને મેપ તેમજ એક ડિજિટલ ડિવાઈસ આપીને હેલિકોપ્ટર કયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે તેમજ વાવાઝોડાંથી ક્યાં કેટલી તબાહી થઈ છે તેનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે વાવાઝોડાંએ દીવ નજીક લેન્ડફોલ કર્યું હતું, ત્યારબાદ તે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં આગળ વધ્યું હતું.


વાવાઝોડાંને કારણે સૌથી વધુ નુક્સાન ગીર સોમનાથ, ભાવનગર તેમજ અમરેલી જિલ્લામાં થયું છે. એક અંદાજ અનુસાર, વાવાઝોડાંને લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેતરો સાફ થઈ ગયા છે.


પીએમ મોદી અસરગ્રસ્ત વિસ્તારોનો એરિયલ સર્વે કરીને અમદાવાદ આવવાના છે, જ્યાં તેઓ એરપોર્ટ પર જ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરીને વિવિધ ક્ષેત્રોમાં થયેલા નુક્સાન ઉપરાંત ગુજરાતને કેન્દ્ર તરફથી કેટલી મદદની જરુર છે તેની વિગતો જાણશે. ત્યારબાદ પીએમ ગુજરાત માટે રાહત પેકેજ જાહેર કરે તેવી પણ શક્યતા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો