એપશહેર

રાજસ્થાનઃ હવે BJPએ પોતાના 6 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા, ગહલોત સરકાર પર લગાવ્યો ગંભીર આક્ષેપ

ગુજરાત આવેલા તમામ ધારાસભ્યો રિસોર્ટમાં રોકાશે અને સોમનાથ મંદિરના દર્શન કરવા માટે જશે.

I am Gujarat 8 Aug 2020, 7:41 pm
પોરબંદરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય ડ્રામા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને ગુજરાતમાં મોકલ્યા છે. જેમાંથી 6 ધારાસભ્યો શનિવારે ચાર્ટર પ્લેન મારફતે પોરબંદર પહોંચી ગયા છે. પોરબંદર પહોંચેલા BJP ધારાસભ્ય નિર્મલ કુમાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'રાજસ્થાનમાં ઘણી બધી રાજકિય ઘટનાઓ બની રહી છે. સીએમ અશોક ગહલોત પાસે બહુમતી નથી. ગહલોત સરકાર, બીજેપી ધારાસભ્યોને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. આ સ્થિતિમાં અમારા 6 ધારાસભ્યો સોમનાથ મંદિરના દર્શન માટે આવ્યા છે.'
I am Gujarat rajasthan bjp mla says congress government pressurizing us to vote in their favour
રાજસ્થાનઃ હવે BJPએ પોતાના 6 ધારાસભ્યોને ગુજરાત મોકલ્યા, ગહલોત સરકાર પર લગાવ્યો ગંભીર આક્ષેપ


ગુજરાત પહોંચેલા BJP ધારાસભ્ય નિર્મલ કુમાવતે કહ્યું કે અમારી સાથે વધુ ધારાસભ્યો પણ જોડાશે. કુમાવતે આરોપ લગાવતા કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર તેમના પક્ષમાં મતદાન કરવા માટે દબાણ કરી રહી છે. એટલા માટે અમે આગામી 2 દિવસ સુધી અહીં રહીશું.

ગુજરાત પહોંચેલા ધારાસભ્યોમાં નિર્મલ કુમાવત, ગોપીચંદ મીણા, જબ્બાર સિંહ સાંખલા, ધર્મેન્દ્ર મોચી અને ગુરદીપ શાહપીની હોવાની માહિતી સામે આવી રહી છે. BJP સૂત્રોનું કહેવું છે કે આ તમામ ધારાસભ્યો રિસોર્ટમાં રોકાશે અને સોમનાથ મંદિરના દર્શન કરવા માટે જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો