એપશહેર

દંડથી બચવા કારચાલકે ગાડી ભગાવી, વચ્ચે આવેલા મહિલા કોન્સ્ટેબલ અડફેટે આવી ગયાં

નવરંગ સેન | I am Gujarat 15 Nov 2019, 1:11 pm
રાજકોટ: ટ્રાફિકના નિયમો તોડવા બદલ જ્યારથી દંડની રકમ વધી છે, ત્યારથી પોલીસ માટે પણ નવા કાયદાનું પાલન કરાવવું જોખમી બની રહ્યું છે. રાજકોટમાં બનેલી આવી જ એક ઘટનામાં સીટબેલ્ટ પહેર્યા વિના વાહન ચલાવનારા એક વ્યક્તિને રોકનારાં મહિલા કોન્સ્ટેબલને હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો છે. દંડથી બચવા માટે આ વ્યક્તિએ મહિલા કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દઈને તેમને ઈજા પહોંચાડી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો મહિલા કોન્સ્ટેબલને ઉડાવીને ભાગી ગયેલા કારચાલકની પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ધરપકડ કરી લીધી હતી. વાહનચાલકની ઓળખ શાહીદ લાખા તરીકે કરવામાં આવી છે, અને તેણે પારુલ ડાંગર નામના મહિલા કોન્સ્ટેબલને અડફેટે લીધા હતા. આ અકસ્માતને કારણે પારુલ ડાંગરનો પગ ફ્રેક્ચર થઈ ગયો છે, અને તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘરે જવા શોર્ટ કટ મારવા જતો હતો. જોકે, પોલીસે જ્યારે તેને રોક્યો ત્યારે પોતે સીટબેલ્ટ બાંધ્યો ન હોવાથી દંડ થશે તેવો અંદાજ આવી જતાં તેણે કારની ઝડપ વધારી દીધી હતી, અને તેમાં મહિલા કોન્સ્ટેબલ તેની અડફેટે આવી ગયાં હતાં.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story