એપશહેર

એંઠવાડ નાખવા જતી છોકરીને ગંદી રીતે વળગી પડેલા પરિણીત શખ્સને જેલ ભેગો કરાયો

ફોન અને મેસેજથી થોડી વાતચીત થયા બાદ પરણેલા શખ્સે જાહેરમાં જ યુવતી સાથે બળજબરી કરી હતી

I am Gujarat 15 Dec 2020, 4:00 pm
રાજકોટઃ શહેરમાં દિવસો જતાં ગુનાખોરી અને છેતરપિંડીની સાથે સતામણીના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આવામાં શહેરના ગોંડલ રોડ પર આવેલી લાધેશ્વર સોસાયટીના પરિણીત શખ્સે કૉલેજમાં ભણતી યુવતીને બદનામ કરવાની ધમકી આપીને તેની સાથે સંબંધ રાખવાની ધમકી આપી. જ્યારે યુવતીએ વાત ના માની તો રાતના સમયે જાહેરમાં જ યુવતી સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં નોંધાયેલી ફરિયાદ ના આધારે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
I am Gujarat rajkot police arrested married man for harassing collage girl
એંઠવાડ નાખવા જતી છોકરીને ગંદી રીતે વળગી પડેલા પરિણીત શખ્સને જેલ ભેગો કરાયો


સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ લાધેશ્વર સોસાયટીમાં રહેતા ધર્મેશ છોટુભાઈ ઝરીયાના નામના પરિણીત પુરુષે બીસીએનો અભ્યાસ કરતી કૉલેજિયની યુવતી પર નજર બગાડી હતી. યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પણ ધર્મેશે ધમકી આપી હતી.

પરંતુ યુવતીએ તેની વાતોને નકારી દેતા 15 દિવસ પહેલા ધર્મેશે રાત્રે યુવતીને 10 વાગ્યે એંઠવાડ નાખવા જતી જોઈને તેનો પીછો કરીને તેને ચોંટી પડ્યો હતો. આ દરમિયાન ખોટી રીતે યુવતીને સ્પર્શ કરીને ધર્મેશે તેને ચૂંબન પણ કરી લીધું હતું. પરંતુ પોતાની અને પોતાના પરિવારનું નામ ખોટી રીતે ઉછળે નહીં તે માટે યુવતીએ આખી ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ આરોપીએ પણ યુવતીને મોઢું બંધ રાખવા માટે ધમકી આપી હતી.

આ ઘટના બાદ ધર્મેશે યુવતીને મોઢું બંધ રાખવાનું કહીને ધમકી આપી હતી. પરંતુ ચાર દિવસ અગાઉ ફરી ધર્મેશે ખોટી રીતે પોતાનો પીછો કરતા યુવતીએ આખી ઘટના અંગે પોતાના પરિવારને જાણ કરી હતી. જે બાદ તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીની સામે કાર્યવાહી શરુ કરી દીધી છે.

પોલીસ ફરિયાદ મુજબ ધર્મેશ ઝરીયા યુવતીના પરિવારમાં મિલકતનો ખટરાગ ચાલતો હતો તે વિષયમાં યુવતીના ઘરે આવતો હતો, આ દરમિયાન તેણે યુવતીનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. પછી બન્ને વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી તેમાં ધર્મેશે એક દિવસ આઈ લવ યુ લખીને મેસેજ કરી દીધો હતો, આ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયેલી યુવતીએ ધર્મેશને ફરી ક્યારેય ફોન કે મેસેજ ના કરવા ચેતવણી આપી હતી. પરંતુ ધર્મેશે યુવતીને સંબંધ નહીં રાખે તો તેના ભાઈને મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા ફોન મેસેજ કર્યા હતા. ધર્મેશની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો