એપશહેર

રંગિલા જીજાજીનું દિલ નાની સાળી પર આવી જતા પત્નીને જ કહ્યું 'સેટિંગ કરાવી દે'

I am Gujarat 12 Jan 2021, 11:51 am
રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને રંગીલા રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સીટીની પાછળ ડ્રીમ સીટીમાં માવતરના ઘરે રહેતી જીજ્ઞાબેન દેવરાજભાઈ રામાનુજ નામની પરિણીત મહિલાએ પોતાના અમદાવાદ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
I am Gujarat rajkot woman complaint that husband ask for the help to get her little sister in relationship
રંગિલા જીજાજીનું દિલ નાની સાળી પર આવી જતા પત્નીને જ કહ્યું 'સેટિંગ કરાવી દે'


રાજકોટમાં એક બાદ એક સ્ત્રીઓ પરના અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટની પરણીતાએ પોતાના અમદાવાદ રહેતા સાસરીયાઓ સામે બે વર્ષમાં બીજી વખત ફરિયાદ દાખલ કરી છે. તો સાથેજ પોતાના પતિ પર સનસનીખેજ આરોપો પણ લગાવ્યા છે.

શહેરના રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સીટીની પાછળ ડ્રીમ સીટીમાં પોતાના માતા-પિતાના ઘરે રહેતી જીજ્ઞાબેન દેવરાજભાઈ રામાનુજ નામની પરિણીત મહિલાએ પોતાના અમદાવાદમાં રહેતા સાસરિયાઓ વિરુદ્ધ માનસિક ત્રાસ સહિતની ફરિયાદ નોંધાવી છે. તો આ સાથે પોતાના પતિ દેવવ્રત હરેશભાઈ રામાનુજ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવતા મહિલાએ દાવો કર્યો છે કે તેના રંગિન મિજાજી પતિએ મહિલાની સૌથી નાની બહેન એટલે કે સૌથી નાની સાળી પર નજર બગડતા તેની સાથે સેટિંગ કરી દેવા માટે કહ્યું છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં શારીરિક અને માનસિક પ્રતાડના આપવા માટે સસરા હરેશ ઓધવજીભાઈ રામાનુજ તેમજ સાસુ અલકાબેન અને નણંદ અરુણાબેન અને સપનાબેન વિરુદ્ધ આરોપ મૂક્યા છે.

મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી જીજ્ઞાબેને જણાવ્યું છે કે, તેણીના લગ્ન વર્ષ 2013માં 19 જાન્યુઆરીના રોજ થયા હતા. સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ હું મારા પતિ સાથે રહેતી હતી લગ્નના ચાર વર્ષ બાદ અમે બધા અમદાવાદ રહેવા ગયા હતા. હું મારા સાસરિયાઓને પહેલેથી જ ગમતી નહોતી. જેથી તેઓ મને હર હંમેશ શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા. જેના કારણે હું કંટાળીને 21 જાન્યુઆરી 2019માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ અંગે ઘર મળે સમાધાન થઇ જતાં મે કોર્ટ કેસ પાછો ખેંચી લીધો હતો. પરંતુ પોલીસ કેસ પાછો ખેંચી લેતાં ભૂતકાળમાં મેં જે કેસ કર્યો હતો તેનો ખાર રાખી નાની નાની બાબતોમાં મારા સાસરિયા પક્ષના લોકો મને હેરાન કરતા હતા.

મારા નાના નણંદ સપનાબેન જયદીપભાઇ કુબાવતના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેઓ અમારા જ ઘરે રહેતા હતા અને ઘરમાં કોઈપણ જાતનું કામ પણ કરતા ન હતા. મારા પતિ દેવ વ્રત હરેશભાઈ રામાનુજ મને મારી નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવાનું પણ દબાણ કરતા હતા. ગત 3 સપ્ટેમ્બરના રોજ મારી સાથે ઝઘડો કરીને તેમને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મહત્વનું છે કે તાજેતરમાં લોકાડઉન બાદ રાજકોટ સહિત રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાનું પ્રમાણ વધ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં છૂટાછેડા માટેની અરજીઓ પણ વધી ગઈ છે. કોરોના આવ્યા ત્યારથી ઘરે રહીને કામ કરવાના કારણે પતિ પત્ની અને સાસરીયાઓ વચ્ચે અનેક બાબતે વાદ વિવાદ થતા રહેતા હોય છે. જેના કારણે અનેક મહિલાઓએ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ પણ કરી છે.

Read Next Story