એપશહેર

સારવાર માટે પૈસા લઈને આવતા પુત્રને પોલીસે રોકી લીધો, સમયસર ન પહોંચતા માતાનું મોત

વેરાવળમાં પોલીસની નિર્દયતાનો કિસ્સો સામે આવ્યો: માતાનું મોત થતાં રોષે ભરાયેલા પરિવાજનો મૃતદેહને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને ત્યાં જ બેસી રહ્યા.

Agencies 20 Jan 2021, 11:06 am
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે વેરાવળમાં એક મહિલાની તબિયત વધારે બગડતા વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ જવાના હતા, જેના માટે દીકરો પૈસા લેવા ઘરે ગયો હતો. પૈસા લઈને દીકરો પરત આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ પોલીસે તેને રોકી લીધો હતો અને બાઈક પણ ડિટેઈન કરી લીધું હતું. સમયસર ન પહોંચતા માતાનું મૃત્યુ થઈ ગયું હતું.
I am Gujarat 4


પોલીસે બાઈક ડિટઈન કર્યું

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ મહિલા વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પરંતુ તેમને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવાના હતા. જેથી પુત્ર કાજલી ગામે પૈસા લેવા ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેને રોક્યો હતો અને બાઈક ડિટેઇન કર્યું હતું. પોલીસે બાઈક ડિટેઇન કરતા પુત્ર હોસ્પિટલે મોડો પહોંચ્યો હતો, જેથી વધુ સારવાર મળે તે પહેલા જ માતા મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસની નિર્દયતા પર પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો.

પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા
પરિવારના સભ્યનું મોત થતાં પરિવારજનોએ સ્થાનિક પોલીસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારજનો મહિલાનો મૃતદેહ લઇને પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જવાબદાર કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ સાથે ધરણાં પર બેસી ગયા હતા. તેમજ બાઈક ડિટેઈન કરનાર પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતા મામલો ગરમાયો હતો. આ દરમિયાન સામાજિક આગેવાનોની મધ્યસ્થી અને પોલીસ ખાતરી આપતો મામળો થાળે પડ્યો હતો. બાદ પરિવાર દ્વારા મહિલાની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

પુત્ર સમયસર ન પહોંચતા માતાનું મૃત્યુ થયું
મીડિયા રિપોર્ટ મુજબ વેરાવળના કાજલી ગામે રહેતા શાંતિબેન પરમાર વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાના હોવાથી ખર્ચ માટે ઘરેથી પૈસા લઇ તેમનો પુત્ર અક્ષય અને અલ્પેશ બાઈક પર જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પ્રભાસ પાટણ ઝાંપા પાસે ટ્રાફિક પોલીસે તેમને અટકાવ્યા હતા. ત્યારે પુત્ર અક્ષયે કહ્યું કે, મારી માતા હોસ્પિટલમાં છે, જેથી પૈસા લઇને મારે હોસ્પિટલે જવું છે પરંતુ પોલીસે બાઈક ડિટેઈન કર્યું હતું. જેથી બંન્ને હોસ્પિટલે સમયસર પહોંચી શક્યા નહોતા. જેના કારણે તેમની માતાનું મોત થયું હતું.

Read Next Story