એપશહેર

રાજકોટઃ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે SCએ સ્વતઃ સંજ્ઞાન લીધું, 'જવાબદારો સામે કડકડ પગલા લેવાવા જોઈએ'

I am Gujarat 27 Nov 2020, 2:07 pm
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, આ અત્યંત આઘાતજનક ઘટના છે અને આ કાંઈ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે, સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો, જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ કરીઃ કોઈ પણ દુર્ઘટનાનું માત્ર કારણ આપીને સંતોષ માણી ન લો, આની કિંમત આપણે આવી દુર્ઘટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે.. તમે આવી ઘટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ... અમદાવાદની તે હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ.... આ તો ખૂબ ગંભીર બાબત છે.
I am Gujarat supreme court take suo moto cognizance in rajkot shivanand hospital fire tragedy says incident is shocking not a first responsible must be brought to book
રાજકોટઃ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે SCએ સ્વતઃ સંજ્ઞાન લીધું, 'જવાબદારો સામે કડકડ પગલા લેવાવા જોઈએ'


રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. હોસ્પિટલમાં લાગેલી આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં છ જેટલા દર્દીઓના મોત નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ ICUની અંદર સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન ICUમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેમાં 11 પૈકીના 5 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે.


PGVCL પણ તપાસમાં જોડાઈ

ઉદય શિવાનંદ હોસ્પિટલે PGVCLની ટીમ પહોંચી તપાસ હાથ ધરી છે. શોર્ટ સર્કિટથી આગ લાગી કે અન્ય કારણોસર તે અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં છેલ્લા મહિનામાં 200થી વધારે હોસ્પિટલોમાં અપૂરતા ફાયર સેફ્ટીના સાધનોને લઈને તપાસ હાથ ધરાઈ છે. 200 પૈકી 58 હોસ્પિટલોને નોટિસ અપાઈ છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 8 જેટલા બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો પુરા કરવા નોટિસ અપાઈ છે.


આ સમગ્ર મામલે ફાયર વિભાગના અધિકારી જે.બી થેવાએ જણાવ્યું કે, અમને આગ લાગવાની જાણકારી મળતા જ તરત સ્થળ પર પહોંચ્યા અને 30 દર્દીઓને કાઢ્યા. આઈસીયુમાં એડમિટ ત્રણ દર્દીઓના ત્યાં જ મોત થઈ ગયા હતા અને બે અન્યના થોડા સમય બાદ મોત થઈ ગયા. હાલમાં આ સમગ્ર ઘટના મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. FSL અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ હોસ્પિટલમાં આગ લાગવાની પહેલી ઘટના નથી, આ પહેલા અમદાવાદમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં પણ આગની ઘટના બની હતી, જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા 8 જેટલા દર્દીઓના મોત નિપજ્યા હતા, બીજી તરફ થોડા દિવસો પહેલા જ સુરતમાં પણ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. એવામાં સવાલ થઈ રહ્યા છે કે હોસ્પિટલોમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં કેમ ભરવામાં આવી રહ્યા નથી, સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં પૈસા ભરીને એડમિટ થનારા દર્દીઓને શા માટે આ પ્રકારને મોત મળી રહ્યા છે? શું સરકાર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો