એપશહેર

બોટાદઃ રાણપુરમાં શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી બાદ છેડતી કરી, પોક્સો હેઠળ નોંધાઈ FIR

તાજેતરમાં જૂનાગઢની એક સ્કૂલના શિક્ષકે બાર જેટલી વિદ્યાર્થિનીઓની છેડતી કરી હતી. જે બાદ આરોપી શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે બોટાદના રાણપુરમાંથી પણ આવી જ ઘટના સામે આવી છે. શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હતી અને છેડતી કરી હતી. જે બાદ મામલો રાણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 20 Dec 2022, 11:57 am

હાઈલાઈટ્સ:

  • રાણપુરની એક સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિનીની કરી છેડતી
  • બિભત્સ માગણી કરીને શિક્ષકે છેડતી કરતા હોબાળો
  • પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat teacher molestation 12 year old girl student
સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરીને છેડતી કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. -ફાઈલ ફોટો
બોટાદઃ છેલ્લાં કેટલાંક દિવસોથી વિદ્યાર્થિનીઓની છેડતી કરવી કે તેમને શારીરિક અડપલાં કરવાના કેસોમાં વધારો છે. તાજેતરમાં જૂનાગઢની એક સ્કૂલમાં 12 વિદ્યાર્થિનીઓની શિક્ષકે છેડતી કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ થતા આરોપી શિક્ષકને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો બોટાદના રાણપુરમાંથી સામે આવ્યો છે. અહીં આવેલી એક સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરીને છેડતી કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. બનાવની જાણ વિદ્યાર્થિનીની માતા-પિતા અને ગ્રામજનોને થતા ચકચાર મચી ગઈ હતી. લોકોએ શિક્ષક સામે ફિટકાર વરસાવી હતી. બાદમાં આખો મામલો રાણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જે બાદ પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષકે બિભત્સ માગણી કરી છેડતી કરી
પ્રાપ્ત સ્થાનિક રિપોર્ટ મુજબ, બોટાદના રાણપુરમાં એક સ્કૂલ આવેલી છે. અહીં જાવેદ ચુડેસરા નામનો શિક્ષક ફરજ બજાવે છે. એવા આક્ષેપ છે કે, શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હતી અને બાદમાં છેડતી કરી હતી. આ ઘટના બાદ સમગ્ર શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, છેલ્લાં કેટલાંક સમયથી આરોપી શિક્ષક તેની સાથે આવી હરકતો કરતો હતો. લંપટ શિક્ષકની આવી હરકતોથી કંટાળીને આખરે વિદ્યાર્થિનીએ તેના પરિવારને જાણ કરી હતી.
જૂનાગઢઃ સ્કૂલમાં 12 જેટલી વિદ્યાર્થિનીઓની છેડતી કરનારો લંપટ શિક્ષક ઝડપાયો
પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
દીકરીની વાત સાંભળીને પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એ પછી પરિવારજનો સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. બાદમાં આખો મામલો રાણપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પરિવારે પોલીસ સમક્ષ માગ કરી હતી. વિદ્યાર્થિનીના પરિવારની ફરિયાદના આધારે રાણપુર પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Devayat Khavad Case: બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં 'રાણા'ને જેલમાં મોકલવામાં આવ્યો
જૂનાગઢમાં પણ આવી જ ઘટના બની હતી
મહત્વનું છે કે, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના એક ગામની શાળાના શિક્ષક સામે 12 જેટલી વિદ્યાર્થિનીઓએ છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. છેલ્લાં કેટલાંક સમયથી લંપટ શિક્ષકની કરતૂતોનો ભોગ ની રહેલી વિદ્યાર્થિનીઓએ તેમના વાલીઓને આ વાતની જાણ કરતા તેઓ ચોંકી ગયા હતા. બાદમાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને ભાંડાફોડ કર્યો હતો. રોષે ભરાયેલા વાલીઓએ શાળાએ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં વાલીઓએ માળિયાહાટી પોલીસ સ્ટેશનમાં જઈ આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડવામાં આવ્યો હતો.
Read Latest Botad News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story