એપશહેર

દ્વારકાઃ 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, દુકાનદારોને ભારે નુકસાન

મિત્તલ ઘડિયા | TNN 11 Jul 2020, 8:18 am

રાજકોટઃ દેવભૂમિ દ્વારકામાં 3 દિવસ પહેલા મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી અને આખા શહેરને પાણી-પાણી કરી દીધું હતું. જો કે, આટલા દિવસ બાદ પણ વરસાદી પાણી ન ઓસરતાં લોકોને હાલાકી પડી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

દ્વારકા અને ઓખાની મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે આશરે 300 જેટલા દુકાનદારોના માલ-સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. વેપારીઓની દુર્દશા દર્શાવતા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

દ્વારકાના હજુ કેટલાક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, તો કેટલાક મકાનો ડૂબી ગયા છે. જેમાં ઈસ્કોન ગેટથી રબારી ગેટ, તેમજ તીન બત્તી ગેટ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેન્કો, પોસ્ટ ઓફિસ તેમજ રેસ્ટોરાંમાં પણ પાણી ઘૂસી ગયા છે.

દ્વારકા પાસે આવેલું જૂનું ભીમગજા તળાવ ઓવરફ્લો થવા લાગતાં નજીકના રાજપરા ગામના આશરે 1 હજાર જેટલા ગ્રામજનો ભય હેઠળ જીવી રહ્યા હતા. ગુરુવારે રાત્રે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. જો કે, સ્થિતિ સામાન્ય થઈ જતાં તેઓ પાછા પોતાના ઘરે પરત આવી ગયા હતા.

જિલ્લા કલેક્ટર એન.કે. મીનાએ કહ્યું કે, ‘દ્વારકામાં માત્ર બે દિવસમાં વાર્ષિક સરેરાશ વરસાદ પડ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની હતી. પાણી બહાર કાઢવા માટે અમને ગાંધીનગરથી 100 HP પમ્પ અને કોર્પોરેટ્સ તરફથી 50 HP પમ્પ મળ્યા છે. શનિવાર સુધીમાં આ કામ પૂરુ થઈ જશે તેવી અમને ખાતરી છે’. મીનાએ તેમ પણ કહ્યું કે, સરકારે દ્વારકા માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનની મંજૂરી આપી દીધી છે. જેની કામગીરી ચોમાસા પછી શરૂ કરવામાં આવશે. ‘આવતા ચોમાસા પહેલા આ કામ પૂરું થઈ જશે તેવી અમને આશા છે’, તેમ તેમણે કહ્યું.

જૂનાગઢઃ ગાયનો યુવક પર હુમલો, થયું મોત

લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો