એપશહેર

મેઘ મહેર અનરાધારઃ 24 કલાકમાં જામનગરના જોડિયામાં 14, કડીમાં 13 અને ટંકારામાં 11 ઈંચ ખાબક્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પાચલા એક દાયકામાં પહેલીવાર ગુજરાતમાં સીઝનનો 100 ટક વરસાદ નોંધાયો છે.

I am Gujarat 24 Aug 2020, 12:39 pm
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો છે. હજુ આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
I am Gujarat rain1


જામનગર જિલ્લાના જોડીયામાં 14 ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ મોરબીમાં 10 ઈંચ વરસાદ પડતા મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. સૌથી વધુ લોધિકામાં 5 ઈંચ, ઉપલેટામાં 4 ઈંચ, ગોંડલમાં 4 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ગીર પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતી સેવાઈ રહી છે. ગુજરાતના જુદા જુદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નીચે પ્રમાણે વરસાદ પડ્યો છે.

- જામનગરના જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ
- મહેસાણાના કડીમાં 13 ઈંચ વરસાદ
- મોરબીના ટંકારામાં 11 ઈંચ વરસાદ
- સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ
- મોરબીમાં 10 ઈંચ વરસાદ મીમી
- મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ
- પાટણના સરસ્વતીમાં 8 ઈંચથી વધુ વરસાદ
- કચ્છના અંજારમાં 8 ઈંચ વરસાદ
- મહેસાણાના જોટાણામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- સુરેન્દ્રનગરના મુળીમાં 7 ઈંચ વરસાદ
- મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ વરસાદ
- મહેસાણામાં 7 ઈંચ વરસાદ
- કચ્છના ભચાઉમાં 7 ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના થાનગઢમાં 6 ઈંચથી વધુ વરસાદ
- પાટણના રાધનપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્રક-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. ઉમરપાડામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હજુ આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી છે. હવામાન વિભાગના મતે 26 તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે પાછલા દાયકામાં પહેલીવાર રાજ્યમાં સીઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી 8 ટકા વરસાદ તો છેલ્લી 24 કલાકમાં પડ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો