એપશહેર

17 વર્ષની છોકરી 14 વર્ષના છોકરાને લઈને ભાગી, પોલીસે છોકરાને જ આરોપી બનાવી દીધો!

Surat Crime News: સુરતના વરાછા પાટીચાલ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષની દીકરી વેલેન્ટાઈન ડેના બીજા દિવસે ગુમ થતાં પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે માત્ર 14 વર્ષના તરૂણની અટકાયત કરી છે. તરૂણીને ફૂટપાથ પર રહેતા 14 વર્ષના તરૂણને ભગાડી ગઈ હતી અને શરીર સંબંધ બાધ્યો હતો. જેથી પોલીસે અપહરણના ગુનામાં દુષ્કર્મની કલમ પણ ઉમેરી છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 10 Mar 2022, 2:18 pm
સુરત: સુરતમાં 17 વર્ષની કિશોરી 14 વર્ષના છોકરાને લઈને ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાગી ગયા બાદ બંને પરત ઘરે ફરતા તરૂણીએ કિશોર સાથે સંબંધ બાધ્યાંનું પરિવારને જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસ કિશોરની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
I am Gujarat Girl Ran Away with boy in Surat
છોકરીએ પોલીસ સામે પણ અનેક ઘટસ્ફોટ કર્યા


પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા વેલેન્ટાઈના બીજા દિવસે ઘરેથી ગૂમ થઈ જતાં પરિવારે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે, થોડા સમય બદ સગીરા જાતે જ ઘરે પરત આવી ગઈ હતી. જ્યારે પરિવારજનોએ તેની પૂછપરછ કરી તો તેણીએ જણાવ્યું કે તે ફૂટપાથ પર રહેતા એક સગીર કિશોર સાથે ભાગી ગઈ હતી અને તરૂણની સાથે સંબંધ બાંધ્યાની પણ કબૂલાત કરી હતી. આ ઉપરાંત છોકરીએ પોલીસ સામે પણ અનેક ઘટસ્ફોટ કર્યા છે.

તરૂણીએ પોલીસને જણાવ્યા અનુસાર તે જે સગીર સાથે ભાગી ગઈ તે 14 વર્ષનો હતો અને ઘરેથી ભાગી ગયા બાદ બંનેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. આ જાણીને માતાપિતાના સ્તબ્ઘ થઈ ગયા હતા. સમગ્ર મામલે પિતાએ કિશોર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહી, તરૂણીના નિવેદન આધારે બળાત્કાર અને પોક્સો એકટ હેઠળની કલમો પણ ઉમેરવામાં આવી છે.

17 વર્ષની ઉંમરે જ કરી બેઠી મોટી ભૂલબીજી ઘટના: માંડવી તાલુકાના નાનીચેર ગામમાં એક યુવાને એક તરૂણી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંનેએ મર્યાદાઓ ઓળંગી દીધી હતી જેના કારણે 10માં ધોરણમાં અભ્યાસ કરતી આ તરૂણી કુંવારી માતા બની છે. નાનીચેરમાં રહેતા યુવાને 17 વર્ષીય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. બે દિવસ અગાઉ જ તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, સારવાર માટે સરકારી દવાખાને જતાં જ ભાંડો ફૂટ્યો હતો અને હવે આ મામલો માંડવી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story