એપશહેર

રોડ વચ્ચેથી ટર્ન લઈ રહેલી કાર સાથે બાઈક સવારો ધડાકાભેર ભટકાયા, કંપારી છૂટાવતી ઘટના CCTVમાં કેદ

સુરતના જીલાણી બ્રીજ નજીક એક કાળજુ કંપાવી દે એવો અકસ્માત સર્જાયો હતો. બ્રીજની નજીક એક કાર ચાલક ટર્ન લેવા જઈ રહ્યો હતો. ત્યારે પાછળ ફૂલ સ્પીડે આવી રહેલા બાઈક સવારો કાર સાથે ધડાકાભેર ટકરાયા હતા. આ અકસ્માત બાદ બાઈક ચાલકને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી અને બેભાન થઈ ગયો હતો. ત્યારે સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ કંપારી છૂટાવી દેનારી ઘટના સીસીવીટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 2 Jul 2022, 3:42 pm

હાઈલાઈટ્સ:

  • સુરતના જીલાણી બ્રીજ નજીક સર્જાયો ધ્રુજારી છૂડાવી દેનારો અકસ્માત
  • ટર્ન લઈ રહેલી કાર સાથે પાછળથી ફૂલ સ્પીડે આવતી બાઈક ભટકાઈ
  • અકસ્માત બાદ બાઈક ચાલક બેભાન થઈ ગયો, ઘટના સીસીટીવીમાં કેદ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat accident between car and bike
ટર્ન લઈ રહેલી કાર સાથે પાછળ ફૂલ સ્પીડે આવી રહેલી બાઈક ધડાકાભેર ભટકાઈ હતી. જે બાદ બાઈક ચાલક ભેભાન થઈ ગયો હતો.
સુરતઃ આપણે કેટલીય વાર જોયું હશે કે કેટલાંક વાહન ચાલકો રોડ વચ્ચેથી જ યુટર્ન લઈ લેતા હોય છે. કે પછી કોઈ પણ જાતનું સિગ્ન બતાવ્યા વગર જ ટર્ન લઈ લેતા હોય છે. આવા વાહન ચાલકોની બેજવાબદારી અન્ય વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના જીલાણી બ્રીજ નજીક પાસે બની હતી. જીલાણી બ્રીજ પાસે આવો જ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટના એવી હતી કે, એક કાલ ચાલક રોડ વચ્ચેથી જ ટર્ન લેતો હોય છે અને એ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલાં બાઈક સવારો ધડાકાભેર ભટકાય છે. જે બાદ તેઓને ગંભીર ઈજાઓ પહોંચે છે. કંપારી છૂટાવી દેતી અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
પાલનપુરઃ 'હું સટ્ટામાં પૈસા હારી ગયો છું', કહી વેપારીને બાંધીને 3 કરોડની ખંડણી માંગી
બાઈક સવારો ધડાકાભેર ટકરાયા
બનાવની વિગત એવી છે કે, સુરતના જીલાણી બ્રીજ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રીજના છેડા પર એક કાર પસાર થઈ રહી હતી. આ કારના ચાલકે રસ્તા વચ્ચેથી ટર્ન લીધો હતો. એ સમયે બાઈક પર કિશન રાઠોડ અને તેનો મિત્ર વિશાલ બાઈક પર ફૂલ સ્પીડે આવી રહ્યા હતા. જ્યારે કાર ટર્ન લઈ રહી હતી ત્યારે આ બાઈક સવારો કાર સાથે ધડાકાભેર ભટકાયા હતા. કાર સાથે બાઈક ભટકાયા બાદ બંને મિત્રો જમીન પર પટકાયા હતા. જે બાદ તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માત બાદ કિશન બેભાન થઈ ગયો હતો અને તેને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
‘પેરોલ રદ કરો અને મારા પિતાને પાછા જેલમાં મોકલો’, લતિફ ગેંગના સભ્ય ‘ફાઈટર’ના દીકરાએ હાઈકોર્ટને વિનંતી કરી
અકસ્માત બાદ કાર ચલાક ફરાર
જે બાદ સ્થાનિકોએ 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ કાર ચાલક ઘટનાથી સ્થળેથી ભાગી ગોય હતો. અકસ્માતની જાણ પોલીસને થઈ હતી. જે બાદ રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ભાગી ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારનો નંબર મેળવી તેના ચાલક સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story