એપશહેર

ભરૂચમાં સગીરાના રેપ-મર્ડરનું ચોંકાવનારુ સત્ય, ગલ્લે આવતા યુવકે જ કર્યો હતો કાંડ

પોલીસે ગામના 200 લોકોની પૂછપરછ કરી. પોલીસને શંકા જતા 8 લોકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. સગીરાની લાશ પાસેથી મળેલા પુરાવા સાથે તેને મેચ કરવામાં આવ્યા હતા

I am Gujarat 18 Jan 2022, 4:29 pm

હાઈલાઈટ્સ:

  • ભરૂચના આમોદ તાલુકામાં આવેલા સરભાણ ગામમાં બની હતી ચોંકાવનારી ઘટના
  • રેપ અને હત્યા કરીને આરોપી ગામના લોકો સાથે પીડિતાને શોધવા નીકળી પડ્યો
  • પોલીસે 200 લોકોની પૂછપરછ કરી, 8 શંકાસ્પદોના ડીએનએ ટેસ્ટ કરાવ્યા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bharuch
સુરતઃ ભરૂચના આમોદ તાલુકામાં આવેલા સરભાણ ગામ એક 13 વર્ષની સગીરા પર રેપ અને બાદમાં હત્યાની રૂંવાડા ઊભા કરી દે એવી ઘટના બની હતી. આ રેપ અને મર્ડરનું ચોંકાવનારૂ સત્ય સામે આવતા પોલીસ પણ ખુદ ચોંકી ગઈ હતી. પોલીસે એક 24 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. ગઈ 8 નેવમ્બર 2021ના રોજ સગીરાની મળેલી લાશ સાથે આરોપી વસંત રાઠોડના ડીએનએ મેચ થયા હતા. જે બાદ પોલીસે તેની ધરપકડ કરીને આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ ઘટના જો કે, બે મહિના પહેલાની છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક 13 વર્ષીય સગીરા ઘરેથી લાકડા વીણવા માટે નીકળી હતી. એ પછી મોડે સુધી તે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ગામના લોકો પણ આ કામમાં જોડાયા હતા. એ પછી લોકોને કપાસના ખેતરમાંથી સગીરાની લાશ મળી હતી. પોલીસને જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે લાશને પોસ્ટમોટર્મ રિપોર્ટ માટે ખસેડી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સગીરા સાથે રેપ થયો હોવાની વાત પાકી સાબિત થઈ હતી.
યુવતીની મીઠી-મીઠી વાતો સાંભળીને વાવના ખેડૂત ગેસ્ટહાઉસમાં જઈને ભરાયા
આખરે આ રેપ અને હત્યાની ઘટનાની તપાસ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. કેસને ઉકેલવા ક્રાઈમ બ્રાંચની ટીમે અહીં ધામા નાખ્યા હતા અને પુરાવા એકત્ર કર્યા. પોલીસે ગામના 200 લોકોની પૂછપરછ કરી. પોલીસને શંકા જતા 8 લોકોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. સગીરાની લાશ પાસેથી મળેલા પુરાવા સાથે તેને મેચ કરવામાં આવ્યા હતા.
ઐયાશ બિલ્ડરનું 50 કરોડનું ફાર્મ હાઉસ તોડી પડાયું, પત્નીને કરાવતો હતો ન્યૂડ ડાન્સ!
જેમાં આરોપી વસંત રાઠોડના ડીએનએ મેચ થતા તેને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, પીડિતાના પિતા પાનનો ગલ્લો ચલાવે છે. આરોપી રેગ્યુલર ત્યાં આવતો હતો. ગઈ 8 નવેમ્બરે વસંત રાઠોડે સગીરાને એકલી લાકડા વીણવા જતા જોઈ હતી. એ પછી તેણે તેનો પીછો કર્યો અને આ હલકું કૃત્ય કર્યું. આરોપીએ તેની લાશને ખેતરમાં ફેંકી દીધી હતી. જ્યારે ગામના લોકો પીડિતાને શોધા નીકળ્યા તો આ નરાધમ તેમાં પણ જોડાઈ ગયો હતો. જેથી લોકોને તેના પર શંકા ન જાય. આખરે પોલીસે તેના પાપનો ઘડો ફોડ્યો હતો. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો