એપશહેર

રાજકોટઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, વીડિયો જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Yogesh Gajjar | I am Gujarat 5 Jul 2020, 2:54 pm
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. તેમાં પણ ગીર સોમનાજ, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં રાજકોટથી એક કંપાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમાં નદીના ભારે પ્રવાહમાં આખી બોલેરો કાર તણાઈ જાય છે. કારની સાથે જ તેમાં સવાર 3 વ્યક્તિઓ પણ તણાઈ ગયા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ઘટનાની જાણકારી મુજબ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજકોટના કોઠારિયા નજીક આવેલા રણુજા મંદિર પાસેથી પસાર થતી નદીમાં એક બોલેરો કાર તણાઈ ગઈ હતી. વરસાદના કારણે નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે કાર પૂલ પર ફસાઈ ગઈ હતી. અહીં એક ડમ્પર પણ પડ્યું હતું. બચવાનો પ્રયાસ કરતા કારમાં સવાર ત્રણેય વ્યક્તિ ડમ્પર પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પાણીના પ્રવાહમાં બોલેરો કાર તણાઈ ગઈ. સાથે 3 વ્યક્તિઓ પણ કારની સાથે નદીમાં તણાયા હતા.બોલેરો કારના નદીમાં તણાવાની આ સમગ્ર ઘટનાને સ્થાનિક લોકોએ પોતાના ફોનમાં કેદ કરી લીધી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને બે વ્યક્તિઓને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી. ગુમ વ્યક્તિને શોધવા માટે ફાયરબ્રિગેટની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને શોધખોળ શરૂ કરી હતી.

Read Next Story