એપશહેર

સુરતમાં ગમખ્વાર અકસ્માત, CAની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીને એમ્બુલન્સે અડફેટે લેતા મોત

સુરતમાં ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. સુરતના સરથણા વિસ્તારમાં BRTS રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટે આવી રહેલી એમ્બુલન્સની ઝપેટમાં યુવક આવી ગયો હતો. એમ્બુલન્સની સ્પીડ એટલી હતી કે ટક્કર વાગતા યુવક 5 ફૂટ દૂર ફેંકાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા યુવકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ છે.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 11 Mar 2023, 12:11 am
રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને દરરોજ અકસ્માતને કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સુરતમાંથી એક ગમખ્વાર અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા એક યુવક BRTS રૂટ પર જવા જાય છે ત્યારે એમ્બુલન્સ તેને અડફેટે લઈ લે છે. એમ્બુલન્સની જોરદાર ટક્કર વાગતા યુવક 5 ફૂટ દૂર ફેંકાયો હતો. યુવકને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યા તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.
I am Gujarat એમ્બુલન્સની અડફેટે અનિલનું મોત
એમ્બુલન્સની અડફેટે અનિલનું મોત


મુળ અમરેલીનો વતની હાલ અમદાવાદમાં રહીને અનિલ ગોધાણી નામનો 21 વર્ષીય CAનો અભ્યાસ કરતો હતો. અનિલની CAની પરીક્ષાનું કેન્દ્ર સુરતમાં આવ્યુ હતુ, જેથી પરીક્ષા આપવા માટે સુરત ગયો હતો. સુરતમાં તે તેના સબંધીના સરથાણા સ્થિત શિવાય હાઈટ્સમાં રોકાયો હતો. આ દરમિયાન સિમાડા નાકા ઉમંગ હાઈટ્સ પાસે આવેલી BRTS રોડ અનિલ ક્રોસ કરવા જતો હતો, ત્યારે તે પૂરઝપાટે આવી રહેલી એમ્બુલન્સની ઝપેટમાં આવી ગયો હતો. એમ્બુલન્સની ટક્કર વાગતા અનિલ પાંચ ફૂટ દૂર ફેંકાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અનિલને સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અનિલને માથા અને બાવડા સહિત શરીરના અન્ય ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પોહચી હતી. જેના કારણે ટૂંકી સારવાર બાદ પરિવારના આશાસ્પદ અનિલનું હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું હતું.પરિવારના આશાસ્પદ વિધાર્થીના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટના બાદ સરથાણા પોલીસે પરિવારના સભ્યની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં સામે આવેલ સીસીટીવી ફૂટેજમાં પણ બેફામ દોડતી એમ્બ્યુલન્સના ચાલકે વિધાર્થીને અડફેટે લેતો હોય તેમ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એમ્બ્યુલન્સના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story