એપશહેર

સુરત: ઉધના-મગદલ્લા રોડ પર એક જ પેટ્રોલ પંપના 12 કર્મીઓ કોરોના સંક્રમિત

સુરતમાં ઉધના-મગદલ્લા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર 12 કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંધ કરવામાં આવ્યો, આજે ખાણીપીણીની લારી-ગલ્લાવાઓના ટેસ્ટ કરાશે.

Agencies 21 Sep 2020, 10:52 am
સુરત: ગુજરાતના કોરોના હોટસ્પોટ સુરત શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જે વિસ્તારમાં સંક્રમણ વધારે છે ત્યાં આરોગ્ય ટીમ દ્વારા સુપર સ્પ્રેડર ટેસ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા શહેરમાં અલગ-અલગ પેટ્રોલ પંપ ખાતે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના એક જ પેટ્રોલ પંપના 12 કર્મચારીઓનો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત શહેરની વિવિધ પોસ્ટ પર રેપિડ ટેસ્ટ કરતા 37 મુસાફરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
I am Gujarat 6
12 કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પેટ્રોલ પંપ બંધ કરાયો


12 કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પેટ્રોલ પંપ બંધ કરાયો
મીડિયા રિપોર્ટ મુજબ શહેરના ઉધનાના મગદલ્લા ગાંધી કુટીર પાસેના ભારત પેટ્રોલ પંપના કર્મીઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આ પેટ્રોલ પંપના 12 કર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. એકસાથે 12 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ દર્દીઓને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.

ખાણીપીણીની લારીવાળાઓના ટેસ્ટ કરાશે
કોરોનાનું સંક્રમણ વધી જતાં સુરત શહેરમાં સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉધના-મગદલ્લા રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પર 126 કર્મચારીઓનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 12 કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 12 કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યો છે. આજે ખાણીપીણીની લારી-ગલ્લાવાળાઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 181 કેસ
સુરતમાં કોરોના વાયરસની સ્થિતિ વણસી રહી છે. શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોના બેકાબૂ બની ગયો હોય તેમ કેસો વધી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 181 કેસ સામે આવ્યા છે. આમ દૈનિક કેસની સંખ્યામાં સુરત શહેરમાં આ નોંધપાત્ર ઉછાળો છે. એક દિવસમાં સુરતમાં 185 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે આવ્યા છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના નવા 102 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 101 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. મૃત્યુના આંકડા પર નજર કરીએ તો રવિવારે સુરત જિલ્લામાં ચાર અને સુરત શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યું થયું છે.

Read Next Story