એપશહેર

કૉલેજીયન પ્રેમીએ પરિણીતા સાથે સંબંધ બાંધ્યા, પતિને જાણ થતા એસિડ અટેક કર્યો

ગોડાદરામાં રહેતા એક કૉલેજીયન યુવકની દોસ્તી એક કપડાના દુકાનદાર સાથે થઈ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ. થોડા સમય બાદ યુવકની દોસ્તી દુકાનદારની પત્ની સાથે થઈ અને પછી બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા

I am Gujarat 14 Sep 2021, 6:44 pm

હાઈલાઈટ્સ:

  • દુકાને બેસવા આવતા કૉલેજીયન યુવક સાથે દુકાનદારની પત્નીને થઈ ગયો પ્રેમ
  • બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી અને એકબીજાએ શારીરિક સુખ પણ માણ્યુ હતુ
  • આ વાતની જાણ પતિને થતા તેણે પત્ની સાથે મળીને યુવક પર એસિડ ફેંક્યુ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat srt
સુરતઃ ગોડાદરામાંથી પરિણીતાએ તેના પતિ સાથે મળીને તેના કૉલેજીયન પ્રેમી પર એસિડ અટેક કર્યો હતો. જે બાદ આ યુવકની આંખ અને કાન ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે પ્રેમી દુકાનમાં બેસેલો હતો ત્યારે પરિણીતા તેના પતિ સાથે આવી અને એસિડ ફેંક્યુ હતુ. જેમાં તેનો પતિ પણ દાઝ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ગોડાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂના સચિવાલય સામે વીજળી પડતા પટાવાળાનું મોત
ઘટનાની વિગત એવી છે કે, સુરતના ગોડાદરામાં સાંઈ કૃપા સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પ્રિન્સ રાજુભાઈ શાહ ઉધના સીટીઝન કૉલેજમાં બીએસસીનો અભ્યાસ કરે છે તે મૂળ ઝારખંડનો છે. જ્યારે કેશવપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ મેવાડા મૂળ રાજસ્થાનના છે અને કપડાંની દુકાન ધરાવે છે. પ્રિન્સ અને ભાવેશની દુકાને આવતો અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. એ પછી ભાવેશની પત્ની પૂજા સાથે પ્રિન્સની ઓળખાણ થઈ અને મિત્રતા થઈ. થોડા સમય બાદ તેઓ એકબીજાની વધારે નજીક આવ્યા હતા.
પોલીસ 'અંકલ' રેપ કરતા ને દીકરો વિડીયો બનાવતો, ગર્ભવતી બનતા યુવતીએ નદીમાં ઝંપલાવ્યું
બાદમાં આ મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી. બંને એક બીજાને ચાહવા લાગ્યા હતા. પણ આ વાતની જાણ ભાવેશને નહોતી. બંનેએ એકબીજાની સંમતિથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. આની જાણ ભાવેશને થઈ હતી. બાદમાં આજે ભાવેશ તેની પત્ની સાથે દુકાને આવ્યો હતો. એ સમયે પ્રિન્સ કાઉન્ટર પર બેઠો હતો. ત્યારે ભાવેશની પત્ની પૂજાએ તેના પર એસિડ ફેંક્યુ હતું. જે બાદ પ્રિન્સની આંખો અને કાનના ભાગ દાઝ્યા હતા. આ સિવાય તેનો પતિ પણ દાઝ્યો હતો. એસિડ અટેક બાદ પ્રિન્સને બળતરા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ, ભાવેશ પણ દાઝી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થઈ હતી. પ્રિન્સે આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read Next Story