એપશહેર

ડીંડોલીમાં રેલવે ટ્રેક પરથી લાશ મળવાનો કેસ, પ્રેમ પ્રકરણમાં પત્નીએ કરી હતી પતિની હત્યા

સુરતના ડિંડોલીમાંથી રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યાનો આ ભેદ ઉકેલી કાઢ્યો હતો. હત્યા કરનારું બીજુ કોઈ નહીં પણ મૃતકની પત્ની જ હોવાનું સામે આવ્યું હતું. પત્નીએ પ્રેમ પ્રકરણમાં આ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 19 Dec 2022, 3:43 pm

હાઈલાઈટ્સ:

  • ડિંડોલીના રેલવે ટ્રેક પરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
  • પત્નીએ પ્રેમ પ્રકરણમાં કરી હતી પતિની હત્યા
  • પોલીસે પત્ની સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat wife killed husband
યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે.
સુરતઃ તાજેતરમાં જ શહેરના ડિંડોલના પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચેથી રેલવે ટ્રેક પરથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. બાદમાં બનાવી જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યુવકની હત્યા કરીને લાશ અહીં ફેંકી દેવામાં આવી હતી. બાદમાં પોલીસને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પરિવારના જ કોઈ સભ્યએ હત્યા કરી હોય એવી શંકા હતી. જેથી પોલીસે હત્યાની જગ્યાની આસપાસ અને એ વિસ્તારના પણ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. બાદમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. હત્યા કરનારું બીજુ કોઈ નહીં પણ યુવકની પત્ની જ નીકળી હતી. પ્રેમ પ્રકરણમાં પત્નીએ પતિની હત્યા કરી નાખી હતી. ત્યારે આ મામલે પોલીસે પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રેલવે ટ્રેક પરથી મળી હતી લાશ
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરતના ડિંડોલીમાં પ્રમુખ પાર્ક રેલવે બ્રિજની નીચે રેલવે ટ્રેક પરથી સવારે અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. એ પછી બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને મૃતદેહ કબજે કર્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે પછી મૃતક યુવકના ઘરનું સરનામું શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જ ખબર પડી ગઈ હતી કે, યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે.
સુરત: મોપેડ ચાલુ ન થતા બેટરી કાઢીને દુકાનમાં મૂકી અને થોડીવારમાં જ થયો જોરદાર વિસ્ફોટ
સીસીટીવીથી હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસ એ વાત પણ સારી રીતે જાણતી હતી કે યુવકની હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવા માટે લાશને રેલવે ટ્રેક પર ફેંકીને હત્યારા ફરાર થઈ ગયા હતા. પણ પોલીસ પાસે કોઈ ચોક્કસ પુરાવા નહોતા. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી પણ તપાસ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસને એક સીસીટીવી કેમેરમાં શંકાસ્પદ રિક્ષા નજરે પડી હતી. એ પછી હત્યાનો આ કેસ ઉકેલાઈ ગયો હતો.
સુરતીઓ સાવધાન! જો હવે રસ્તા પર ઢોરને ઘાસચારો કે રોટલી આપશો તો જેલની હવા ખાવી પડશે
પ્રેમ પ્રકરણમાં પત્નીએ કરી હત્યા
સીસીટીવીમાં હત્યારાઓ યુવકની લાશ લઈ જતા નજરે પડ્યા હતા. જે બાદ પોલીસે મૃતક યુવકની પત્નીની કડક પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, તેના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતા. આ પ્રેમ સંબંધમાં પતિ આડખીલી બનતો હતો. જેથી તેણે અને તેના પ્રેમીએ મળીને પતિનો રસ્તો સાફ કરી દીધો હતો. ત્યારે હવે પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Latest Surat News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story