એપશહેર

પ્રેમીની બધી 'ઈચ્છા' પૂરી કરી પતિને ડિવોર્સ આપનારી યુવતીને પ્રેમી બનાવી ગયો

પરિણિતાને હોટેલમાં બોલાવી અનેકવાર ભોગવનારા પ્રેમીએ તેના છૂટાછેડા થયા તે સાથે જ નાટક શરુ કર્યા, અને એક દિવસ તો ધડાકો જ કરી નાખ્યો

I am Gujarat 16 Jun 2021, 5:55 pm

હાઈલાઈટ્સ:

  • પતિથી અલગ રહેતી પરિણિતા વતનના યુવકના પ્રેમમાં પડી, અને પસ્તાઈ
  • પ્રેમી વારંવાર હોટેલમાં મળવા બોલાવતો, અને લગ્નની લાલચ આપીને ફિઝિકલ થતો
  • પ્રેમીની વાતોમાં આવી પરિણિતાએ ડિવોર્સ લીધા ત્યારપછી પ્રેમીનો રંગ જ બદલાઈ ગયો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat surat molestation case
પ્રતિકાત્મક તસવીર
સુરત: પ્રેમીની વાતોમાં આવીને પતિથી અલગ રહેતી એક યુવતીની હાલત છૂટાછેડા લઈ લીધા બાદ ના ઘરના ના ઘાટના જેવી થઈ છે. પતિ સાથે મનમેળ ના હોવાના કારણે યુવતી અલગ રહેતી હતી, પરંતુ તેના ડિવોર્સ નહોતા થયા. જોકે, પ્રેમીએ તેની આંખો પર પ્રેમની પટ્ટી બાંધી ન માત્ર તેની સાથે તમામ પ્રકારની છૂટછાટ લીધી હતી, પરંતુ લગ્ન કરવાની લાલચ આપી તેના ડિવોર્સ પણ કરાવી દીધા હતા. છૂટાછેડા બાદ જ્યારે પ્રેમિકાએ લગ્નનનું દબાણ કર્યું તો પ્રેમીએ મને તારા કરતા વધારે સારી છોકરી મળી ગઈ છે તેવું કહીને યુવતીને તરછોડી દીધી હતી.
થનારી 'ગરીબ' પત્નીને લગ્નની ખરીદી માટે અઢી લાખ રુપિયા આપીને ફસાયો યુવક
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, મૂળ મહારાષ્ટ્રની અને સુરતના પનાસ વિસ્તારમાં રહેતી અને હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી સ્વાતિના લગ્ન 2012માં થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જોકે, પતિ સાથે મનમેળ ના હોવાના કારણે તેણે અલગ રહેવાનું શરુ કરી દીધું હતું. આ દરમિયાન સ્વાતિનો પરિચય મહારાષ્ટ્રના ખામગાંવમાં રહેતા ગૌરવ પાટીલ સાથે થયો હતો. થોડા સમયમાં ગૌરવ પણ સુરતમાં જ આવીને સેટલ થઈ ગયો હતો.

ગૌરવ સ્વાતિને અવારનવાર મળવા આવતો રહેતો હતો, અને તેણે વેસુ વિસ્તારની એક હોટેલમાં તેને મળવા બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. આ દરમિયાન ગૌરવે સ્વાતિને એવી વાતો કરી હતી કે મને તું ખૂબ જ ગમે છે, મારે તારી સાથે જ લગ્ન કરવા છે. જોકે, તું તારા પતિને છૂટાછેડા નહીં આપે ત્યાં સુધી આપણા લગ્ન નહીં થઈ શકે. ગૌરવે સ્વાતિને એવું પણ કહ્યું હતું કે મારો પરિવાર પણ તને અપનાવવા માટે તૈયાર છે.

દોસ્તો સાથે ફિઝિકલ થવાની ના પાડનારી યુવતીની બોયફ્રેન્ડે કરી ધ્રુજી જવાય તેવી ઘાતકી હત્યા
શરુઆતમાં તો સ્વાતિએ ગૌરવની વાત માનવામાં આનાકાની કરી હતી. જોકે, ગૌરવની વાતોમાં આવીને તે પતિને ડિવોર્સ આપવા સહમત થઈ ગઈ હતી. થોડા સમય બાદ સ્વાતિ સત્તાવાર રીતે પતિથી અલગ થઈ ગઈ હતી. તેને એમ હતું કે હવે ટૂંક જ સમયમાં ગૌરવ તેની સાથે લગ્ન કરી લેશે. જોકે, સ્વાતિ સાથે લાંબો સમય સુધી બધી છૂટછાટો લીધા બાદ હવે ગૌરવે તેનામાંથી જાણે રસ ઉડી ગયો હોય તેવું વર્તન કરવાની શરુઆત કરી હતી. તેણે સ્વાતિ સાથે બોલવાનું પણ ઓછું કરી નાખ્યું હતું.

આખરે સપ્ટેમ્બર 2020માં સ્વાતિ જ્યારે ગૌરવના ઘરે પહોંચી તો તેને ગૌરવે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે મને તો તારા કરતાં વધારે સારી છોકરી મળી ગઈ છે, અને હવે મને તારામાં કોઈ રસ નથી. ગૌરવે એમ પણ કહ્યું હતું કે તે બીજી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે, સ્વાતિ કંઈક કરે તે પહેલા તો ગૌરવે લગ્ન કરી પણ લીધા હતા. આખરે માત્ર શારીરિક જરુરિયાતો પૂરી કરવા ગૌરવે પોતાનો ઉપયોગ કર્યો હોવાનો અહેસાસ થતાં સ્વાતિએ તેની વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Read Next Story