એપશહેર

લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ સુરત મ્યુનિસિપલે ઉઘરાવ્યો ₹5000નો 'ચાંદલો', પહોંચ વાઈરલ

લગ્ન પ્રસંગમાં મહેમાનો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર હોવાથી ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો

I am Gujarat 25 Nov 2020, 8:20 pm
સુરતઃ કોરોના મહામારી વચ્ચે સરકારના વારંવાર બદલાતા નિયમોને કારણે લગ્ન પ્રસંગ કરનારા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. લગ્નમાં 200 લોકોની હાજરીને ઘટાડીને 100 કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે પ્રસંગની છૂટ આપવામાં આવી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન(SMC)ની એક પહોંચ વાઈરલ થઈ છે. લગ્ન પ્રસંગમાં મહેમાનો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર હોવાથી ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
I am Gujarat fine slip viral surat municipal collects 5000 fine for violating social distance in marriage
લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ સુરત મ્યુનિસિપલે ઉઘરાવ્યો ₹5000નો 'ચાંદલો', પહોંચ વાઈરલ


SMCની વાઈરલ થયેલી પહોંચમાં પૂર્વઝોન-13માં રાહુલભાઈ દુલાભાઈ જીવાણી નામના વ્યક્તિનો ઉલ્લેખ છે. જેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલ કરી તેમના નામે આ પહોંચ આપવામાં આવી છે. આ પહોંચ 25 નવેમ્બર 2020ના રોજની છે. આ સાથે તેમાં કન્યાનું નામ અને ગંગાજમના સોસાયટીની વાડીમાં લગ્ન પ્રસંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર મહેમાનો હોવાથી આ દંડ ફટકાર્યો હોવાનો પણ ઉલ્લેખ છે.

SMCની પહોંચ સોશિયલ મીડિયામાં વાઈરલ


સોશિયલ મીડિયામાં આ પહોંચ ખૂબ જ વાઈરલ થઈ છે. જેના પર યૂઝર્સ ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યૂઝર્સે કોમેન્ટ કરી કે નેતાઓની રેલી અને સરઘસમાં છૂટ આપવામાં આવે છે અને સામાન્ય જનતાઓને આ રીતે લૂંટવામાં આવે છે. હાલ કોરોની સ્થિતિ જોઈને લગ્નનું આયોજન કરનારા લોકો ચિંતિત છે.

Read Next Story