એપશહેર

કોરોનાના નિયમોના ધજાગરાઃ અમદાવાદથી 400 લોકો સાથે જાન વલસાડ પહોંચી

કોરોના સંક્રમણને અટકાવવા માટે લગ્ન પ્રસંગ માટે જાહેર કરાયેલી ગાઈડલાઈનની ઐસી કી તૈસી

I am Gujarat 26 Nov 2020, 3:36 pm
વલસાડઃ એક તરફ રાજ્યમાં કોરોનાને અટકાવવા માટે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે દિશામાં પગલા ભરાઈ રહ્યા છે તો બીજી તરફ લગ્ન અને ઉજવણીઓમાં કોરોનાને રોકવા માટે જાહેર કરાયેલી ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. વલસાડમાં અમદાવાદથી ગયેલી જાનમાં 400 લોકો પહોંચ્યા જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડતા દેખાયા. આ ભંગ બદલ કોવિડ સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.
I am Gujarat guidelines violated in valsad 400 people attend marriage occasion
કોરોનાના નિયમોના ધજાગરાઃ અમદાવાદથી 400 લોકો સાથે જાન વલસાડ પહોંચી


અમદાવાદથી 400 લોકોની જાન ઉપડી!

વલસાડ જિલ્લાના સાંઢપોરમાં અમદાવાદથી આવી પહોંચેલી જાનમાં સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર 400 લોકો પહોંચ્યા હતા. આવામાં લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા દેખાયા. સ્થાનિક કોવિડ સ્પેશિયલ સ્ક્વોડના ધ્યાને આ બાબત આવતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરીને 3000 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તાત્કાલિક કાર્યવાહી કરીને દંડ ફટકારાયો

ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યાં જોવા મળ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતું થઈ રહ્યું અને કેટલાક લોકો માસ્ક વગર જ ફરી રહ્યા હતા, આવા લોકોને 1000 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે રિપોર્ટ મુજબ 400 લોકોને લઈને જાન લાવવામાં આવી હતી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા સુરતમાં પણ નિયમોનું ઉલ્લંઘ કરવા બદલ 5000 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

લગ્નમાં 100 લોકોને બોલાવવાની મંજૂરી

નોંધનીય છે કે, દિવાળી પછી કોરોના વાયરસ વકરવાના કારણે જ્યાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, આ દરમિયાન લગ્ન કે કોઈ કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ લગ્નમાં 200 લોકોના બદલે 100 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

Read Next Story