એપશહેર

સુરતમાં કોરોના વાયરસથી બીજુ મોત થયું, રાજ્યમાં કુલ 11નાં મોત થયા

Tejas Jinger | Others 5 Apr 2020, 9:59 am
સુરતઃ ડાયમન્ડ સીટી સુરતમાં કોરોના વાયરસથી બીજુ મોત નોંધાયું છે. પાલનપુર કેનાલ રોડનીની 61 વર્ષની મહિલાનું કોરોના વાયરસથી મોત થયું છે. મહિલાએ આજે સવારે સેવન ડે મિશન હોસ્પિટલમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધો છે. એટલે કે રાજ્યમાં કુલ મૃત્યુ આંક 11 પર પહોંચ્યો છે. આ સાથે સુરતમાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે.61 વર્ષની મહિલાનું નામ રજનીબેન લીલાની છે અને તેઓ પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર પ્લેટેનિયમના રહેવાસી હતા. તેમને સારવાર માટે શહેરની સેવન ડે મિશન હોસ્પિટલમાં શુક્રવારે કોરોના વાયરસના ગંભીર લક્ષણો દેખાયા બાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં તેઓ કોરોના પોઝિટિવ સાબિત થયા હતા. કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે આ સોસાયટીમાં રોજ થાય છે ભજનરજનીબેનની કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી છતાં તેઓને કોરોના લાગુ પડ્યો અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓની તબિયત શનિવારે સાંજે વધારે ખરાબ થઈ ગઈ હતી અને પછી તેમણે રાત્રે 1.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.સૂત્રોએ જણાવ્યું કે આ મહિલાના દીકરાના દીકરાની સહારા દરવાજામાં આવેલા મોટી ગેગુવાડીમાં રાધા ક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પોતાની જ દુકાન છે. જ્યાં અગાઉ પર કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. તેમનો દીકરો બે દિવસ અગાઉ જ મુંબઈથી આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડૉ. આશિષ નાઈકે જણાવ્યું કે, “મહિલાએ મિશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના અંતિમ સંસ્કાર સરકારી પ્રોટોકોલ પ્રમાણે જહાંગીરપુર સ્મશાન ગૃહમાં સવારે 4 વાગ્યે કરવામાં આવ્યા છે. આ કરોનાથી થયેલું શહેરનું બીજુ મોત છે.”65 વર્ષના બેગમપુરાના પુરુષ અને 40 વર્ષની વ્યક્તિ કોરોના પોઝિટિવ સાબિત થયા છે. આ બન્નેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ બન્ને દર્દીઓને સારવાર માટે સેવન ડે મિશન અને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 13 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુ 11 થયા છે અને પોઝિટિવ કેસનો આંકડો 122 પર પહોંચ્યો છે.

Read Next Story