એપશહેર

રસ્તા પર જઈ રહેલા યુવકને લાકડાના ફટકા મારી શખસે કરી ક્રૂર હત્યા

સુરતઃ શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા લીમડા ચોક ખાતે મોડી રાત્રે એક યુવક રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો. એ સમયે એક શખસ યુવકની પાસે આવે છે અને લાકડાના ઉપરા છાપરી ફટકા મારીને તેને મોતને ઘાટ ઉતારી દે છે. હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી બિન્દાસ્ત ચાલતો નીકળી જાય છે. ત્યારે આ હત્યાની ઘટના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચાર દિવસ પહેલાં પણ એક યુવકને ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 11 Oct 2022, 12:07 pm

હાઈલાઈટ્સ:

  • લાલગેટ વિસ્તારમાં આવેલા લીમડા ચોક ખાતે એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા
  • યુવક રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો અને એક શખસે લાકડાના ફટકા માર્યા હતા
  • લાકડના ફટકા મારી યુવકને મોતને ઘાટ ઉતારી શખસ બિન્દાસ્ત નીકળી ગયો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat surat murder
સુરતના લાલગેટ વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા એક યુવકને લાકડના ફટકા મારીને શખસે મોતને ઘાટ ઉતારી દીધો હતો.
સુરતઃ શહેરમાં દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે છે. મૃતક યુવક રસ્તા પર મોડી રાત્રે ચાલતો જઈ રહ્યો હતો. એ સમયે એક શખસ તેની પાસે આવે છે અને લાકડાના આડેધડ ફટકા મારીને તેની હત્યા કરી નાખે છે. જો કે, હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હત્યાના દ્રશ્યો વિચલિત કરી દે એવા છે. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ઘરી હતી. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાને ઝડપી પાડ્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.
યુવક ચાલતો જઈ રહ્યો હતો
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા લીમડા ચોક ખાતે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. ગઈ મોડી રાત્રે આ યુવક ફૂટપાથ પાસે ચાલતો જઈ રહ્યો હતો. આ સમયે એક શખસ તેની પાસે આવે છે અને કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર તેના પર લાકડાથી જીવલેણ હુમલો કરે છે. આ શખસ લાકડાના આડેધડ ફટકા મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દે છે. બાદમાં તે બિન્દાસ્ત ચાલતો ચાલતો જતો રહે છે. બનાવની જાણ પોલીસને થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચાર સંતાનોનો 48 વર્ષીય બાપ 17 વર્ષીય છોકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો
લાકડાના ફટકા મારી ઉતાર્યો મોતને ઘાટ
જો કે, મૃતક યુવક ફૂટપાથ પર રહેતો હોવાથી તેની ઓળખ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યાની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હત્યાના આ દ્રશ્યો વિચલિત કરી દે એવા છે. શખસે લાકડાના ઉપરા છાપરી ફટકા મારીને યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી ત્યાંથી બિન્દાસ્ત નીકળી ગયો હતો. જો કે, એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, પોલીસે તપાસ હાથ ધરીને હત્યારાને ઝડપી પાડ્યો છે અને આગળની તજવીજ હાથ ધરી છે.
અમદાવાદઃ મકાનનો દસ્તાવેજ ખોવાઈ જતા શહેરની ICICI બેંકને 55 હજાર રૂપિયાનો દંડ થયો
ચાર દિવસ અગાઉ પણ થઈ હતી હત્યા
મહત્વનું છે કે, ચારેક દિવસ પહેલાં સુરતના વરાછામાં વસુંધરા ઈન્ડસ્ટ્રીઝની સામે રાત્રીના સમયે એક યુવકને ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને આશંકા હતી કે કોઈ અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. કયા કારણથી યુવકની હત્યા કરવામાં આવી એ જાણવા પોલીસે એ દિસામાં તપાસ હાથ ધરી છે.
Read Latest Surat News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story