એપશહેર

સુરત: પોલીસે લાફો મારતાં યુવકનું મોત

I am Gujarat 25 Jul 2016, 6:19 pm
સૂરત: ચોક બજાર ક્ષેત્રમાં રવિવારે સાંજે પોલીસે જુગાર રમવાના આરોપસર એક 25 વર્ષીય યુવકને મારતાં તેનું મૃત્યુ થયું હતુ. રોષે ભરાયેલા લોકોએ ચોક બજાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એસ.પટેલને માર્યા હતા. લોકોનું કહેવું છે કે વી.એસ.પટેલે મારવાને કારણે જ તેણે જીવ ગુમાવ્યો છે.
I am Gujarat man slapped by cop dies locals thrash psi
સુરત: પોલીસે લાફો મારતાં યુવકનું મોત


માટી વેડ ગામના નૈકા વડી વિસ્તારમાં જુગાર રમાતું હોવાની માહિતી મળતાં પટેલ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી હતી. પોલીસના આવવાની જાણકારી મળતાં જ લોકો ત્યાંથી ભાગી નીકળ્યાં, પરંતુ પટેલે કાટરગ્રામના મહેન્દ્ર મકવાણાને પકડી લીધો. પોલીસને શંકા હતી કે તે પણ જુગાર રમવામાં શામેલ હતો. પોલીસને લાગ્યું કે તે નશામાં પણ હતો. પટેલે તેને લાફો મારતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતુ.

સ્થાનીય લોકોને આ વાતની જાણ થતાં જ તેઓ રોષે ભરાયા હતા અને વી.એસ.પટેલ પર ગુસ્સો ઉતારવા માંડ્યા, જો કો પોલીસે ગમે તેમ કરીને પણ ભીડને વિખેરી હતી. પંરતું લોકો ફરીથી ભેગા થઈ ગયા અને પોલીસ પર પત્થરમારો કર્યો હતો. ભીડમાં મહિલાઓ પણ હતી. પોલીસનું કહેવું છે કે મહેન્દ્ર મકવાણાનું મોત ખેંચ આવવાથી થયું પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે પીએસઆઈના માર્યા બાદ તેનું મોત થયું છે. ચોક બજાર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એમ.આર.નાકુમે કહ્યું કે, મૃત્યુનું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. પીએસઆઈ પટેલને પણ ગંભીર ઈજા થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

મહેન્દ્ર મકવાણાની માતાએ કહ્યું કે, મારો દીકરો ક્યારેય દારુ ના પીતો હતો. તે કોઈ કામસર ત્યાં ગયો હશે. તે મારો એકનો એક દીકરો હતો. અને આખું કુટુંબ તેના પર નિર્ભર હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો