એપશહેર

ભરણપોષણના કેસમાં હવે પતિ-પત્નીએ મિલકતનું સોગંદનામુ કરવું પડશે

ભારણપોષના કેસમાં ખોટી વિગતો રજૂ કરતા કે પછી તેની ચૂકવણીમાં આનાકાની કરતા લોકો હવે છટકી શકશે નહીં

I am Gujarat 19 Dec 2020, 11:45 am
સુરતઃ વર્તમાન સમયમાં ઘણા કારણોને લઈને પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને તકરારો વધી રહી છે. જેના કારણે ફેમિલી કોટ્રમાં ઘરેલુ હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદો વધવાની સાથે છૂટાછેડાના કેસની સંખ્યા પણ વધી રહી છે. પત્ની દ્વારા પોતાના માટે તથા બાળકો માટે ખાધાખોરાકી માનવામાં આવે છે. પરંતુ ઘણા પતિઓ ખાધાખોરાકી આપવા માટે આનાકાની કરતા હોય છે કે ખોટા બહાના બનાવતા હોય છે. તે માટે હવે કોર્ટે ભરણપોષણની અરજી સાથે પતિ-પત્નીની માલ-મિલકત અંગેનું સોગંધનામુ ફરજિયાત બનાવ્યું છે.
I am Gujarat divorce


દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે તારીખ 4 નવેમ્બરે રજનીશ વિરુદ્ધ નેહાની ક્રિમિનલ અરજી પર બંને પક્ષને તેમની મિલકત અને જવાબદારી અંગે એફિડેવિટ કરવાનો આદેશ કર્યો હતો. બંને પક્ષ કોર્ટને ગેરમાર્ગે ન દોરે તે માટે કોર્ટે પતિ-પત્ની પાસે સોગંધનામુ દાખલ કરાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશને સુરતની ફેમિલી કોર્ટે ધ્યાનમાં લીધો છે અને કોર્ટે તેનું અનુકરણ કર્યું છે.

સુરત ફેમિલી કોર્ટ દ્વારા પણ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ભરણપોષણ કે ખાધાખોરાકીના કેસમાં મિલકતની વિગતો આપવી પડશે. સુરત ફેમિલી કોર્ટમાં ફાઈલ થયેલી અને ભવિષ્યમાં ફાઈલ થનારી ભરણપોષણની કે ખાધાખોરાકીની અરજી સાથે પતિ અને પત્નીની સંપત્તિની વિગતો રજૂ કરવાની રહેશે. કોર્ટે આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેથી કરીને કોઈ પણ પક્ષ દ્વારા ખોટી હકિકતો આપી શકાશે નહીં.

Read Next Story