એપશહેર

સુરતઃ PAAS નેતા બળદગાડામાં ઉમેદવારી નોંધાવા નીકળ્યા પરંતુ અડધા રસ્તે જ થઈ ગયો દાવ!

પાટીદાર આંદોલન દરમિયાન સક્રિય એવા પાસ નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી હતી પરંતુ તેમણે છેલ્લી ઘડીએ જ ઉમેદવારી ન નોંધાવી.

I am Gujarat 6 Feb 2021, 7:17 pm
સુરતઃ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. આજ રોજ ભાજપ અને કોંગ્રેસના અંતે ફાઈનલ થયેલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. સુરતમાંથી પાસ નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જેથી તેઓ તેમના અન્ય સાથી ઉમેદવારો સાથે બળદગાડામાં ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા હતા. રસ્તામાં તેમણે કંતારેશ્વર મહાદેવ અને ખોડિયામાતા મંદિરે દર્શન કરીને સૂડા ભવન પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ અચાનક જ ધાર્મિક માલવિયાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાની ના પાડી દીધી.
I am Gujarat pass leader went out to register his candidature in a bullock cart
સુરતઃ PAAS નેતા બળદગાડામાં ઉમેદવારી નોંધાવા નીકળ્યા પરંતુ અડધા રસ્તે જ થઈ ગયો દાવ!


ઘટના એવી બની કે સુરત પાસ નેતા ધાર્મિક માલવિયાને વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસે ટિકિટ આપી હતી. ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજિયાને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. વિલાસ ધોરાજિયાને ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો હતો.


આ અંગે પાસ નેતા ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે, 'ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવા પૂરી તાકાત લગાવી દઈશું અને કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર અને સભા કરી બતાવે.' આ અંગે પાસ નેતા અલ્પેશ કથીરિયાએ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જે ટિકિટો આપવા માટેનું વચન આપવામાં આવ્યું હતું એ પાળ્યું નથી અને એને કારણે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે.'

કોંગ્રેસે કરેલી જાહેરાત પ્રમાણે પાટીદાર અનામત આંદોલનના ચહેરા પૈકીનો એક ધાર્મિક માલવિયા કૉંગ્રેસની ટિકિટ પર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા વોર્ડ પાટીદારોનો ગઢ છે. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાની નજીક મનાતા ધાર્મિક માલવિયા સાથે ફોર્મ ભરવા માટે અલ્પેશ કથીરિયા પણ પહોંચ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ આખી બાજી પલટી ગઈ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો