એપશહેર

Video: ભરુચમાં રાજપૂતોના 'તલવાર ગરબા', જોનારા જોતા જ રહી ગયા

Gaurang Joshi | I am Gujarat 6 Oct 2019, 11:35 pm
અમદાવાદઃ પહેલા બે નોરતા વરસાદમાં ધોવાયા પછી હવે સમગ્ર ગુજરાતમાં ગરબાનો રંગ બરાબરનો જામ્યો છે. ભરુચ જિલ્લામાં પણ નવરાત્રિ દરમિયાન આયોજીત એક કાર્યક્રમમાં રાજપૂત સમુદાયના લોકોએ તલવાર સાથે ગરબા કર્યાં હતાં. પુરુષ અને મહિલાઓએ લયબદ્ધ રીતે સંગીતની ધૂન પર તલવાર સાથે મનમોહક નૃત્ય કર્યું હતું. હરોળબદ્ધ ગરબા કરતાં આ તમામને કેમેરામાં કેદ કરવા માટે લોકો પણ આતુર જોવા મળ્યા હતાં. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો તલવારથી બતાવી કલાબાજી રવિવારે દુર્ગાષ્ટમીના દિવસે ભરુચ જિલ્લામાં દુર્ગા પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજપૂત સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. તેમણે રાજપૂતોની નિશાની તલવાર સાથે ગરબા કર્યાં હતાં. પરંપરાગત ઘાઘરો અને ચણિયાચોળી પહેરીને મહિલાઓ તેમજ યંગસ્ટર્સે તલવારથી કલાબાજી બતાવી હતી. આ તકે બાળકો પણ મોબાઈલમાંથી વિડીયો બનાવતાં જોવા મળ્યાં હતાં. જોઈ લો વિડીયો…
નવરાત્રી પર્વની મચી ધૂમ નોંધનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રી પર્વની ધૂમ મચી છે. ખાસ તો ઉત્તરભારતના જિલ્લાઓ મા દુર્ગાની સ્તુતી કરી રહ્યાં છે. વિજયાદશમીની સાથે જ આ પર્વનું પણ સમાપન થઈ જશે. ઠેર ઠેર દુર્ગા પૂજાના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની પણ ભારી ભીડ ઉમટી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો