એપશહેર

‘બધા જ ચોરોનાં નામમાં મોદી કેમ હોય છે?’, માનહાનિના કેસમાં સુરત કોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધી

‘મોદી’ અટક પર કથિત ટિપ્પણી કરવા બદલ થયો હતો માનહાનિનો કેસ, પોતાનું અંતિમ નિવેદન નોંધાવવા માટે સુરત પહોંચ્યા રાહુલ ગાંધી.

I am Gujarat 24 Jun 2021, 11:55 am

હાઈલાઈટ્સ:

  • સુરત કોર્ટમાં હાજર થયા રાહુલ ગાંધી.
  • ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ કરી હતી ફરિયાદ.
  • રેલીમાં કથિત રીતે મોદી અટકનું અપમાન કર્યુ હતું.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat rahul gandhi surat

માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થયા છે. મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ક્રિમિનલ ડિફેમેશન કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું અંતિમ નિવેદન આપવા માટે સુરત પહોંચ્યા છે. સુરતના મુખ્ય મેજિસ્ટ્રેટ એ.એન.દવેએ એક અઠવાડિયા પહેલા રાહુલ ગાંધીને આદેશ આપ્યો હતો કે તેઓ 24 જૂનના રોજ કોર્ટમાં હાજર રહે.



કોર્ટમાં હાજર થતાં પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, અસ્તિત્વનો સંપૂર્ણ ભેદ જ કોઈ પણ પ્રકારના ભયનું ના હોવું છે. આ પહેલા ઓક્ટોબર 2019માં રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં દાખલ થયા હતા ત્યારે પોતાને નિર્દોષ જણાવ્યા હતા. પૂર્ણેશ મોદીએ એપ્રિલ 2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ આઈપીસીની કમલ 499 અને 500 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ અનુસાર, 2019માં એક રેલીના સંબોધનમાં રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી જેના કારણે સમગ્ર મોદી સમાજનું અપમાન થયુ હતું.



ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ, 2019ના રોજ એક રેલીમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યુ હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી...આ તમામના નામમાં મોદી લાગેલું છે. તમામ ચોરોનાં નામમાં મોદી કેમ હોય છે? નોંધનીય છે કે તેમણે જ્યારે આ ટિપ્પણી કરી હતી ત્યારે તે કોંગ્રેસ અધ્યક્ષ હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો