એપશહેર

ઠંડીમાં કોરોના વકરશે, સ્કૂલો ખોલવા સામે ડૉક્ટરોની ગુજરાત સરકારને ચેતવણી

જો સ્કૂલો ખોલાય તો બાળકો સુપરસ્પ્રેડર બની ઘરમાં અન્ય લોકોને પણ ચેપ લગાડે તેવી પૂરી શક્યતા

I am Gujarat 11 Nov 2020, 10:06 am
સુરત: રાજ્ય સરકાર સ્કૂલો ખોલવા માટે ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સુરત ચેપ્ટરે સરકારના આ નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી છે. દિવાળી બાદ સરકાર સ્કૂલો શરુ કરવા માગે છે. જોકે, ડૉક્ટર્સનું કહેવું છે કે શિયાળામાં કોરોનાનો બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતા વચ્ચે જો સ્કૂલો ફરી શરુ કરાય તો ખાસ કરીને પ્રાઈમરી અને સેકન્ડરીમાં ભણતા વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર્સ બની શકે છે.
I am Gujarat school
પ્રતિકાત્મક તસવીર


IMAના હોદ્દેદારો અને મેડિકલ એક્સપર્ટ્સે મંગળવારે રાજ્ય સરકારને પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે કોઈપણ ચૂક સ્ટૂડન્ટ્સ, તેમના પેરેન્ટ્સ અને પરિવારજનો માટે જોખમ ઉભું કરી શકે છે.

IMAના હોદ્દેદારોએ સરકાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ નક્કી કરે ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ અંગે જનજાગૃતિ અભિયાન શરુ કરવાની પણ વાત કરી છે. આ અંગે મેડિકલ એક્સપર્ટ્સની બીજે મેડિકલ કોલેજના મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાય સાથે મિટિંગ થઈ હતી. જેમાં IMAના સભ્યોએ સ્કૂલો ખોલવાના સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો.

'માર્ચમાં લોકડાઉન જાહેર કરાયું ત્યારથી બાળકો ઘરે જ હોવાના કારણે સુરક્ષિત હતા. સુરતમાં જો કોરોનાના દર્દીઓની પ્રોફાઈલ જોવામાં આવે તો માત્ર 20 ટકા મહિલા દર્દીઓ હતા. બાળકો સ્કૂલે જવાનું શરુ કરશે તો તેઓ તેમની માતાના સંપર્કમાં આવશે, અને ઘરના વડીલોને પણ મોટા જોખમમાં મૂકશે,' તેમ IMAના સુરત એકમના પ્રમુખ ડૉ. હિરલ શાહે જણાવ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ધોરણ 1-9માં ભણતા બાળકોના કોરોના વાયરસના સંપર્કમાં આવવાની સૌથી વધુ શક્યતા છે. ડૉક્ટર્સ સાથેની મિટિંગમાં ડૉ. કમલેશ ઉપાધ્યાયે શિયાળામાં કોરોનાના કેસ વધવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

સુરત અનએઈડેડ સ્કૂલ એસોસિએશન (SUSA)ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, સ્કૂલો ફરી શરુ કરવી ખૂબ જ પડકારજનક છે. પ્રેક્ટિકલી તો હાયર સેકન્ડરીમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓને જ સ્કૂલમાં બોલાવી શકાશે. એકવાર SOP આવી જાય ત્યારબાદ અન્ય મેમ્બર્સ સાથે ચર્ચા કરી સ્કૂલો ખોલવા અંગે આખરી નિર્ણય લેવાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો