એપશહેર

#AmarnathTerrorAttack મૃતકોના પરિવારજનોને દસ લાખનું વળતર: રુપાણી

નવરંગ સેન | I am Gujarat 11 Jul 2017, 1:24 pm
I am Gujarat rupani announces 10 lakh compensation those who lost life in amarnath terror attack
#AmarnathTerrorAttack મૃતકોના પરિવારજનોને દસ લાખનું વળતર: રુપાણી


ઈજાગ્રસ્તો, મૃતકોને લઈ એરફોર્સનું વિમાન સુરત આવ્યું

સુરત: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ગુજરાતના અમરનાથ યાત્રીઓના પાર્થિવ શરીરને તેમજ ઘાયલોને આજે એરફોર્સના ખાસ વિમાન દ્વારા સુરત લવાયા હતા. ગઈ કાલે આતંકવાદીઓએ ગુજરાતીઓની એક બસને ટાર્ગેટ કરી અંધાધૂંધ ગોળીબાર કરીને નવ લોકોની હત્યા કરી હતી, અને આતંકીઓની ગોળીઓથી 19 લોકો ઘાયલ થયા હતા. આ પણ વાંચો: ડ્રાઈવર સલીમભાઈની હિંમતથી બચ્યા અનેકના જીવ

મૃતકોને 10 લાખનું વળતર

સીએમ વિજય રુપાણી પણ સુરત એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. રુપાણીએ એરપોર્ટ પરથી જ જાહેરાત કરી હતી કે, આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રુપિયાની સહાય કરાશે, જ્યારે ઘાયલોને 2 લાખની સહાયતા અપાશે. આ પણ વાંચો: મહેબૂબાએ ગુજાતીઓની હાથ જોડીને માફી માગી

ડ્રાઈવરની હિંમત બિરદાવી

રુપાણીએ કહ્યું હતું કે, જેવી ઘટનાની ખબર પડી કે તરત જ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારનું તંત્ર કામે લાગી ગયું હતું, અને અસરગ્રસ્તોને તમામ સહાયતા પૂરી પાડવામાં આવી હતી. સીએમ રુપાણીએ ગોળી વાગી હોવા છતાં અદમ્ય હિંમત બતાવનારા બસ ડ્રાઈવરની સરાહના કરી હતી. સીએમે કહ્યું હતું કે, ડ્રાઈવરનું નામ તેઓ બહાદુરી પુરસ્કાર માટે મોકલી આપશે.

સુરતમાં થશે ઈજાગ્રસ્તોની સારવાર

આ હુમલામાં ઘવાયેલા તમામ ઈજાગ્રસ્તોને સુરતમાં જ સારવાર આપવામાં આવશે. જોકે, બે ઈજાગ્રસ્તોની હાલત નાજૂક હોવાથી તેમને શ્રીનગરમાં જ સારવાર અપાઈ રહી છે તેમ ટીવી રિપોર્ટ્સે જણાવ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને એરપોર્ટ પર લેન્ડિંગની સાથે જ હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો કાફલો તૈયાર રાખવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર, ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો