એપશહેર

જેલમાંથી હાર્દિકનો પત્ર: રાજયમાં નવનિર્માણનો પાયો બનવા માગું છું

I am Gujarat 13 Jul 2016, 2:58 am
નવગુજરાત સમય > સુરત
I am Gujarat south gujarat 51
જેલમાંથી હાર્દિકનો પત્ર: રાજયમાં નવનિર્માણનો પાયો બનવા માગું છું


– હાર્દિક પટેલને અમદાવાદ, સુરત, વિસનગર સહિતના તમામ કેસમાં જામીન મળી ચુક્યા છે અને જેલમાંથી છુટવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફરી એકવાર હાર્દિકે લાજપોર જેલમાંથી મીડિયાને સંબોધીને એક પત્ર લખ્યો છે. હાર્દિકે પત્રમાં સમાજના લોકો, રાજકારણીઓ અને યુવાનોને પ્રેરણા આપતી વાત લખી છે. હું ફકત ખેડૂત, ગરીબો, યુવા, મહિલાઓના નિર્માણ થકી રાજયમાં નવનિર્માણનો પાયો બનવા માગું છું. જેલમાંથી હવે તેની મુકિત ચોકક્સ બની છે એટલે તેણે ખોંખારીને કહ્યું છે કે બલિ બકરાઓની ચઢાવવામાં આવે છે સિંહોની બલિ ચડાવાતી નથી.

હાર્દિક પટેલે જેલમાંથી લખેલા પત્રમાં સત્યમેવ જયતેનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, આ વાક્ય યુવા પેઢી માટે મહાન સાબિત થયું છે. તેણે કહ્યું છે કે, મને ભારતના બંધારણમાં સંર્પૂણ વિશ્વાસ છે, વ્યાજ સહિત અમારો વિજય થયો છે. હું ગુનેનાગર નથી પણ જેલમાં રહીને મનનો માનવી બની ગયો છે. મેં કયારેય હિંસાને સમર્થન આપ્યું નથી કે આપીશ નહીં. અનામત આંદોલન બાબતે સમાજ સાથે કયારેય પણ વિશ્વાસઘાત નહીં કરું.હાર્દિકે ફટાકડા નહીં ફોડવાની સમાજના લોકોને વિનંતી કરી છે. તેણે પત્રમાં લખ્યં છે કે, ભગવાન રામે પણ વનવાસ ભોગવ્યો હતો. 9 મહિના માના પેટમાં અને 9 મહિનામાં જેલમાં હું ઘણું સમજયો, શિખ્યો, જાણ્યો. રાજકારણની ગંદકી કેમ દુર થાય તે શિખ્યો. અમિત શાહને કયારેય પણ મળ્યો નથી એમ તેણે પત્રમાં લખ્યું છે.ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનું કામ બગડે એવું કામ કર્યું નથી અને ભવિષ્યમાં કરવાનો પણ નથી. હું ફકત કિસાન, ગરીબ, યુવા, મહિલાઓના નિર્માણ થકી રાજયમાં નવનિર્માણનો પાયો બનવા માગું છું. છેલ્લે તેણે લખ્યું છે કે બલિ હમેંશા બકરાની ચઢાવાતી હોય છે. સિંહની બલિ ચડાવાતી નથી.

15મીએ હાર્દિકની મુકિતના દિવસે ફોઇ બા સુરતમાં હશે

હાર્દિક પટેલને જામીન મળી ગયા છે પણ કાયદાકીય પ્રકિયા પુરી થવામાં સમય લાગે એમ હોવાથી સંભવત 15 જુલાઇએ તે લાજપોર જેલમાં બહાર આવશે. જોગાનુજોગ 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સુરતમાં પાલિકાના કેટલાંક પ્રોજેકટના ઉદ્ઘાટન માટે સુરત આવી રહ્યાં છે.

શુક્રવારે જેલમુક્તિ બાદ હાર્દિક રાત્રે જ અમદાવાદ આવશે

સુરત- હાઇકોર્ટના હુકમને પગલે જામીન પર મક્ત થઇ રહેલા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ૧૫મી ને શુક્રવારે લાજપોર જેલમાંથી બહાર આવે ત્યારે તેના સ્વાગત માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પાટીદારો મોટી સંખ્યામાં સુરતમાં એકઠા થશે. સૌરાષ્ટ્રના ‘પાસ’ના પ્રવક્તા બ્રિજેશ પટેલના જણાવ્યા મુજબ ૧૫મીએ સવારે ૧૧ વાગ્યે જેલમાંથી બાહર આવ્યા બાદ હાર્દિકનો કાફલો સુરત ષહેરમાં આવશે, જ્યાં ઠેર ઠેર તેનું સ્વાગત થશે. સાંજે ૭ વાગ્યા બાદ તેનો કાફલો અમદાવાદ તરફ પ્રયાણ કરશે. રસ્તામાં વિવિધ સ્થળે પણ સ્વાગત થશે. અમદાવાદ પહોંચી હાર્દિક પોતાના ઘરે જશે. બાદમાં ૧૬મીએ ‘પાસ’ના તમામ કન્વીનરો સાથે તેઓ બોટાદ જિલ્લાના સારંગપુર જવા રવાના થશે. જ્યાં હનુમાનજીનાં દર્શન કરી કાફલો ખોડલધામ કાગવડ જવા નીકળશે. ત્યાં દર્શન બાદ ઉમિયાધામ સિદસર જવા નીકળશે. સીદસરથી ભાયાવદર, રાજકોટ થઇને મોરબી જશે. ત્યાં અભિવાદન બાદ હાર્દિક પોતાને ઘરે વિરમગામ જશે. ૧૭મીએ હાઇકોર્ટના આદેશ મુજબ હાર્દિક ગુજરાત છોડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો