એપશહેર

સુરતઃ ઉત્તરાયણ ઉપર ગ્રાહકોને એક્ટિવા પર દારૂની ડિલિવરી કરતો યુવક ઝબ્બે

યુવકી પુછપરછ કરતા તેના ઘરમાંથી 86 હજાર રૂપિયાની કિંમતને દેશી બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો

I am Gujarat 14 Jan 2021, 7:03 pm
સુરતઃ શહેરમાં દારૂની હેરફેર એક્ટિવામાં થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસ વોચ ગોઠવી સરથાણા જાહેર રોડ ઉપરથી મનીષ દુધાતની અટકાત કરી એક્ટિવાની તપાસ કરતા તેમાંથી વ્હીસ્કી અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા એક્ટિવા ચાલકના ઘરમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો કબ્જે કર્યો છે
I am Gujarat surat a young man delivering liquor on activa to customers on uttarayan
સુરતઃ ઉત્તરાયણ ઉપર ગ્રાહકોને એક્ટિવા પર દારૂની ડિલિવરી કરતો યુવક ઝબ્બે


પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ 14 જાન્યુઆરી ઉત્તરાયણ ઉપર દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસને બાતમી મળી હતી કે વાલક પાટિયા સાગવાડી ફાર્મની સામે સરથાણા જાહેર રોડ ઉપરથી આરોપી મનીષ કનુભાઈ દુધાત (30) રહેવાસી, રોયલ ટાઉનશીપ, વાલક ગામ, કામરેજ નંબર પ્લેટવગરની એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા ચેલેન્જ ફાયનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કી એક નંગ તથા કિંગ ફીશર સ્ટ્રોગ પ્રિમીયમ બીયરના ટીન બે નંગ મળી આવેલા છે.

આ બાબતે પોલીસે આકરી પુછપરછ કરતા તેના ઘરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબુલાત કરી હતી. આરોપીના ઘરેથી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઈમ્પરીયલ બ્લુ વ્હીસ્કીની 16 બોટલ, ઓફીસર ચોઈસ બ્લ્યુ પ્યોર ગ્રેન વ્હીસ્કીની 24 બોટલ, ઈમ્પરીયલ બ્લ્યુ વ્હીસ્કીની 48 બોટલ, કિંગ ફીશર બીયરના 55 ટીન સહિત કુલ 86 હજાર રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી આ દારૂનો જથ્થો રાજુ ચીકના નામના બુટલેગર પાસેથી લાવ્યો હતો. પોલીસે હવે તેની શોધખોળ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો