એપશહેર

સુરત PSI અમિતા આપઘાત કેસઃ પતિના અફેરના રેકોર્ડિંગ પોલીસને સોંપાયા

અમિતાના પતિના જે મહિલા સાથે આડા સંબંધનું બહાર આવ્યું હતું તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

I am Gujarat 21 Dec 2020, 2:17 pm
સુરતઃ સુરતના ઉધના પોલીસ સ્ટેશનના PSI અમિત જોશીના ચકચારી આપઘાત કેસમાં પોલીસ પાસે વધુ પુરાવા પહોંચ્યા છે. આ વખતે અમિતાના પોલીસ પતિ વૈભવ વ્યાસના રેકોર્ડિંગ સોંપવામાં આવ્યા છે. જેની સાથે અમિતાની કૉલ-ડિટેઈલ્સ પણ મેળવવામાં આવી છે. અમિતાના આત્મહત્યાના કેસમાં તેના પતિના જે સ્ત્રી સાથે આડા સંબંધની વાત હતી તે મહિલાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અમિતાએ ફાલસાવાડીમાં આવેલા પોતાના સર્વિસ ક્વાર્ટરમાં સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી.
I am Gujarat surat amita joshi case police received some call records and other proof
સુરત PSI અમિતા આપઘાત કેસઃ પતિના અફેરના રેકોર્ડિંગ પોલીસને સોંપાયા


પોલીસ પુરાવા એકઠા કરવાની સાથે કરી રહી છે તપાસ

અમિતાના પિતા બાબુભાઈ કે જેઓ નિવૃત્ત ASI છે અને તેમના દ્વારા દીકરીના પિયરિયા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મૃતક અમિતા પોતાના પતિના લગ્નેત્તર સંબંધો વિશે નાની બહેન કાજલને જણાવતી હતી. જેનું કાજલ દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેને પુરાવા રુપે પોલીસને સોંપવામાં આવ્યું છે. PSIએ પતિ સાથે ફોન પર કરેલી વાતચીત અને અફેર તથા ત્રાસનું જે રેકોર્ડિંગ હતું તે પણ બહેનને મોકલ્યું હતું. જે પોલીસને સોંપવામાં આવ્યું છે. આ સાથે પોલીસે કેસની ઊંડી તપાસ માટે કૉલ-ડિટેઈલ્સ પણ એકઠી કરી રહી છે.

અમિતા જોશી દ્વારા ખરીદવામાં આવેલા ફ્લેટ અને કારને પોતાના નામે કરવામાં આવે તે માટે પતિ દબાણ કરતો હોવાની પણ વાતો સામે આવી રહી છે. અને કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે આ નામ બદલવા માટે જે દબાણ કરતું હતું તેના પણ પુરાવા મળ્યા છે.

પરિવારનો કંકાશ અને પોલીસ પતિ વૈભવ વ્યાસના અન્ય મહિલા સાથેના આડા સંબંધની વાતના મુદ્દાને પણ પોલીસે ધ્યાન પર લીધો છે જેમાં જે મહિલા સાથે આડા સંબંધ હોવાની આશંકા હતી તે મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછ અને બીજા કેટલાક પુરાવાના આધારે તપાસ કરતા વધુ વિગતો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, મૃતક PSI અમિતા જોશીના આપઘાત કેસમાં મહિધરપુરા પોલીસ સમક્ષ તેના વૈભવ વ્યાસ, સસરા જીતેશ વ્યાસ, સાસુ હર્ષા વ્યાસ અને નણંદ મનિષા ભટ્ટ તેમણે અંકિતા મહેતા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવે છે. અમિતા અને વૈભવ વચ્ચે પોલીસ ટ્રેનિંગ દરમિયાન પ્રેમ થયો હતો અને પછી બન્નેએ લગ્ન કર્યા હતા. આ દરમિયાન અમિતાએ PSIની પરીક્ષા પાસ કરી હતી અને પતિ સુરત શહેર પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો