એપશહેર

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

વિડીયો કોન્ફરન્સથી આ કેસની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને સજા ફટકારવામાં આવી હતી.

I am Gujarat 11 Dec 2020, 6:28 pm
સુરતઃ શહેરમાં બે વર્ષ અગાઉ સચિનમાં ઘર બહાર રમતી ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી જઈ યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજાફટકારી છે. આજે વિડીયો કોન્ફરન્સથી આ કેસની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને સજા ફટકારવામાં આવી હતી.
I am Gujarat surat court life sentence life imprisonment to rapist
સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


બે વર્ષ પહેલાની આ ઘટનામાં સચિનમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આવેલી કોમલ ઈન્ડસ્ટ્રીમાં ધાબા પર રૂમ બનાવી પરિવાર રહેતો હતો. પરિવારની ત્રણ વર્ષની બાળા આસપાસ ઘર બહાર રમતી હતી. દરમિયાન મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ નામનો 24 વર્ષીય યુવાન બાળાને ઉઠાવી ગયો હતો. થોડીવારમાં આરોપીના ઘરના ધાબા પરથી બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. પિતા ધાબા પર ગયા હતા ત્યાં મહેન્દ્રસિંહ અને બાળા બંને મળી આવ્યા હતા. જોકે, મહેન્દ્રસિંહ ભાગી ગયો હતો. બાળકીને પિતાએ ખોળામાં લેતા લોહીલુહાણ મળી આવી હતી. બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે આરોપી મહેન્દ્રની ધરપકડ કરી તેની સામે દુષ્કર્મનો કેસ નોંધી કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. બે વર્ષની બાદ આ કેસમાં હાલ કોરોનાની સ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ મારફતે સજા સંભળાવી. જે મુજબ આરોપીને આજીવન કેદ કે જે કુદરતી બાકીની જીંદગીના વર્ષો સુધીની સખત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે નાલ્સાની વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ-2018ની જોગવાઈ મુજબ ભોગ બનનારી બાળકીને સાત લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ રકમ પૈકી 75 ટકા રકમ ભોગ બનનારના નામે ત્રણ વર્ષ માટે કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ફીક્સ ડિપોઝીટ તરીકે જમા કરાવી અને તેનું વ્યાજ ભોગ બનનારને ચૂકવવું અને બાકીની રકમ તેના માતા-પિતાની ખાતરી કરીને તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા.

Read Next Story