એપશહેર

સુરત પાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આપઘાત કેસના છેક દિલ્હીમાં પડઘા પડ્યા, PMO આવ્યું એક્શનમાં

24 કરોડ રૂપિયાની જમીનના વિવાદમાં રાંદેરના પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મીઓએ દબાણ કરીને જમીન લખાવી લીધી હતી

I am Gujarat 17 Sep 2020, 8:22 pm
સુરતઃ બિલ્ડરના આપઘાત પ્રકરણમાં પોલીસ કમિશનરે રાંદેર પીઆઇ બોડાણા સહિત 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. 24 કરોડ રૂપિયાની જમીનના વિવાદમાં પાટીદાર અગ્રણી દુર્લભ પટેલે આત્મહત્યા કરી હતી. દુર્લભ પટેલ કેસમાં દિલ્હીથી નજર રખાઈ રહી હોવાની પણ ચર્ચા છે. સ્થાનીક મીડિયાના અહેવાલ મુજબ આ બાબતે PMOના આદેશ બાદ સેન્ટ્રલ IBના માણસો સુરત પહોંચી ગયા છે અને આ કેસ પર નજર રાખી રહ્યા છે.
I am Gujarat surat durlabh patel suicide case pmo in action
સુરત પાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આપઘાત કેસના છેક દિલ્હીમાં પડઘા પડ્યા, PMO આવ્યું એક્શનમાં


સુરતથી વારંવાર ભૂમાફિયાને લઈને ઉઠતી હતી ફરિયાદ જેને પગલે PMO દ્વારા રિપોર્ટ મંગાવાયા હોવાનું કહેવાય છે. જમીન કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ પણ શંકાની ભૂમિકામાં છે. સેન્ટ્રલ IBની તપાસ વાત રિયલ એસ્ટેટ બજારમાં પ્રસરી ગઈ છે જેને લીધે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

24 કરોડ રૂપિયાની જમીનના વિવાદમાં પાટીદાર અગ્રણી દુર્લભ પટેલે આત્મહત્યા કરી હતી. માંડવી પોલીસે મળેલી સ્યુસાઈડ નોટના આધારે રાંદેર પોલીસ ઈન્સ્પેક્ટ લક્ષ્મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસ કર્મીઓ મળી કુલ 11 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ લોકોએ દુર્લભ ભાઈને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. આ કેસમાં જિલ્લા પોલીસે એસઆઈટીની રચના કરી છે.

શું છે સમગ્ર કેસ?
દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ સુરતના રાંદેર ખાતે આવેલી સુર્યપૂર સોસાયટીમાં રહેતા હતા. તેઓએ પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન તારીખ 17-03-14ના રોજ સ્ટાર ગ્રુપના માલિક કિશોરભાઈ કોસીયાના નામે એક સોદા ચીઠ્ઠી બનાવી હતી. આ જમીન બાબતે જમીન લેનાર વ્યક્તિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. આ તમામ કેસ ઉકેલાયા બાદ જાન્યુઆરી, 2020માં રાંદેર પોલીસ સ્ટેશનના PIએ દુર્લભભાઈ તેમજ તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવીને દબાણ કરી રાતોરાત લખાણ કરાવી લીધું હતું. જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો