એપશહેર

સુરતઃ કારમાંથી મળી આવ્યો જીમ ટ્રેનરનો મૃતદેહ, તપાસ કરતા નશીલા પદાર્શ અને ઈન્જેક્શન પણ મળ્યાં

જિમ ટ્રેનરનું નામ મેજલ કેરીવાળા છે અને તે ઉધના વિસ્તારમાં એક જિમમાં ટ્રેનર તરીકે નોકરી કરતો હતો

I am Gujarat 3 Oct 2020, 6:01 pm
સુરતઃ સુરતના અડાજણ વિસ્તારમાંથી મોડી રાત્રે એક ફોર વ્હીલ કારમાંથી જિમ ટ્રેનરની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને ફોર વ્હીલ કારમાંથી ઇન્જેક્શન અને ઇસ્ટરોઇડની બોટલ મળી આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક તરફ શહેરમાં ડ્રગ્સના મોટા જથ્થા મળી રહ્યો છે તેવા સમયે યુવક મૃતદેહ મળતા પોલીસ માટે આ કેસની તપાસ ખુબ મહત્વની બની છે.
I am Gujarat surat gym trainer found dead in the car
સુરતઃ કારમાંથી મળી આવ્યો જીમ ટ્રેનરનો મૃતદેહ, તપાસ કરતા નશીલા પદાર્શ અને ઈન્જેક્શન પણ મળ્યાં


કારમાંથી મૃતહાલતમાં મળ્યો જિમ ટ્રેનર

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સ્નેહ સંકુલ વાડી સામે પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરી અને જાણવા મળ્યું કે મૃતકનું નામ મેજલ કેરીવાળા છે. તે અડાજણ વિસ્તારમાં રહેતો હતો અને ઉધના વિસ્તારમાં આવેલા જિમમાં ટ્રેનર હતો. પોલીસે લાશને પોસ્ટ- મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

કારમાંથી મળી આવ્યા નશીલા પદાર્શો

પોલીસે કારની અંદર તપાસ કરી તો કેટલાક નશીલા પદાર્શો અને ઈન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે ઈન્જેક્શથી લીધેલા નશાના કારણે મોત થયું હોઈ શકે છે. જોકે આ અંગે વધુ માહિતી પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવશે.

સુરતમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે?

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી સુરતમાંથી અનેક ડ્રગ્સ પેડલર્સ પકડાઈ રહ્યા છે. તેમજ ડુમસમાંથી 2 કરોડના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવકની પુછપરછ કરતા પોલીસના હાથમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી આવી છે. આ કેસમાં પોલીસે તપાસના આધારે અનેક લોકોની ધરપકડ કરી રહી છે. આ સાથે શહેરભરમાં કડક ચેકિંગ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો