એપશહેર

પાડોશી દેશે વેપાર સંબંધો તોડતા હવે પાકિસ્તાનમાં નહિ વેચાય સુરતની કૂર્તી અને લહેંગા

TNN 9 Aug 2019, 9:50 am
સુરતઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ હટાવી લેતા ભારત-પાકિસ્તાન વચ્ચેનો વેપાર સસપેન્ડ કરી દીધો છે. આની સીધી જ અસર સુરતના નાના ટેક્સટાઈલ વેપારીઓ પર પડી છે. પાકિસ્તાનમાં સુરતની સાડી, લહેંગા અને દુપટ્ટાનું ઘણું મોટુ માર્કેટ છે. લાહોરના આઝમ કાપડ બજાર અને કરાંચીના લખનૌ માર્કેટમાં સુરતમાંથી માલ જાય છે. હવે બંને દેશો વચ્ચે વેપારના સંબંધો બંધ થતા સુરતમાં મેન મેડ ફેબ્રિક (MMF) હોલસેલ માર્કેટના વેપારીઓને ધંધામાં જબરદસ્ત ફટકો પડવાની શક્યતા છે.હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરોપાકિસ્તાન દિલ્હી અને અમૃતસરથી સુરતમાં બનતુ સસ્તુ કાપડ, સાડી, લહેંગા અને અન્ય કાપડની આયાત કરતુ હતુ. રિંગ રોડ NTM માર્કેટના હોલસેલ વેપારી દેવેન્દ્ર અગ્રવાલે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું, “અમે પાકિસ્તાનને દિલ્હીના વેપારીઓ મારફતે કૂર્તી અને દુપટ્ટા સપ્લાય કરતા હતા. દિલ્હીના વેપારીઓ અમને બલ્ક ઓર્ડર આપતા હતા અને અમે મટિરિયલ ડિસપેચ કરતા હતા. પાકિસ્તાને વેપાર સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેતા અમારા દિલ્હીના વેપારીઓએ પણ સપ્લાય અટકાવી દેવા જણાવ્યું છે.”સુદર્શન ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડના શઅરીકાંત મુંદ્રાએ જણાવ્યું, “અમે અમૃતસરના માર્કેટથી લાહોર અને કરાંચીના માર્કેટમાં વર્ષે પાંચ કરોડનો માલ મોકલીએ છીએ. હવે અમે પાકિસ્તાન આ મટિરિયલ નહિ મોકલી શકીએ.” સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)ની ટેક્સટાઈલ કમિટીના ચેરમેન દેવકિશન મંઘાનીએ જણાવ્યું, “પુલવામા હુમલા પછી પાકિસ્તાન સાથેનો વેપાર અનિયમિત થઈ ગયો છે. મોટા ભાગના વેપારીઓ સસ્તી સાડી, લહેંગા અને બીજા કાપડ સુરતથી આયાત કરે છે અને એમાં કિંમત ઉમેરી તેમના સ્થાનિક બજારમાં વેચે છે.”ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લેતા પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત સામે પગલા ભરી રહ્યા છે.મંઘાની જણાવે છે કે સુરતથી પાકિસ્તાન સીધી નિકાસ ઘણી ઓછી થાય છે. વધારે વ્યવહાર વાયા દુબઈ અને બાંગ્લાદેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું, “સુરતના દુપટ્ટા અને કૂર્તી પાકિસ્તાનના બજારમાં પહોંચી જ જાય છે, જો કે તેનો જથ્થો ઓછો હોય છે.”SRTEPCના ભૂતપૂર્વ ચેરમેન નારાયણ અગ્રવાલ જણાવે છે, “પાકિસ્તાને ભારત સાથે વેપારના સંબંધો બંધ કર્યા હોવા છતાંય ભારતનો માલ દુબઈ અને શ્રીલંકા થઈ પાકિસ્તાન પહોંચી જ જશે. સુરતથી થતી સીધી નિકાસ પર ચોક્કસ રોક લાગી જશે.” ભારતથી પાકિસ્તાન કપડાની નિકાસ $16 મિલિયન જેટલી છે. ફાઈબરની નિકાસ $12 મિલિયન અને $2.5 મિલિયન જેટલી છે. 2018માં ભારતમાંથી પાકિસ્તાનમાં ટેક્સટાઈલની નિકાસ $22 મિલિયન જેટલી હતી જે એપ્રિલ-જૂન 2019માં વધીને $33 મિલિયન જેટલી થઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો