એપશહેર

સુરત પોલીસના રિયલ સિંઘમ રામશીભાઈને 'ઉત્તમ જીવન રક્ષક પદક'થી સન્માનિત કરાશે

ડ્યુટી પરથી ઘરે જતા રામશીભાઈએ જોયું કે તાપી નદીમાં માસી-ભાણેજ તણાતા હતા, તેમણે યુનિફોર્મ સાથે જ નદીમાં કૂદીને બન્નેને બચાવ્યા હતા

I am Gujarat 25 Jan 2021, 3:15 pm
સુરતઃ સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ જવાનનું દિલ્હીમાં સન્માન કરાશે. એક મહિલા અને કિશોરીને તાપી નદીમાં ડૂબતા જોઈને રામશીભાઈ રનતનભાઈ સામદ (રબારી)ને ઉત્તમ જીવન રક્ષક પદક આપીને સન્માનિત કરવામાં આવશે. તેમણે પોતાના જીવની પરવાહ કર્યા વગર નદીમાં છલાંગ લગાવીને બેનાં જીવ બચાવ્યા હતા.
I am Gujarat surat police constable ramshibhai ratanbhai samad will be awarded with uttam jeevan raksha padak
સુરત પોલીસના રિયલ સિંઘમ રામશીભાઈને 'ઉત્તમ જીવન રક્ષક પદક'થી સન્માનિત કરાશે


રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જીવન રક્ષા પદક સર્વિસના સન્માન-2020 માટે જે નામ 28 નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં રામશીભાઈ રબારીનો પણ સમાવેશ થાય છે. રામશીભાઈ પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં ડ્યુટી પુરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે મહિલા અને કિશોરી (માસી-ભાણેજ) તાપી નદીમાં ડૂબી રહ્યા છે, આજ ક્ષણે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીમાં છલાંગ લગાવી દીધી હતી. તેમણે વધારે કશું વિચાર્યા વગર પોતાના યુનિફોર્મ સાથે જ નદીમાં ઝંપલાવી દીધું હતું અને બેનાં જીવ બચાવી લીધા હતા.

કોન્સ્ટેબલના સાહસને બિરદાવતા પોલીસ કમિશનરે તેમને 1 હજાર રુપિયાનું રોકડ ઈનામ આપીને તેમનું નામ જીવન રક્ષક એવોર્ડ માટે આગળ મોકલવાની વાત કરી હતી.

આ ઘટના પાછલા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બની હતી. તેમણે આ ઘટના બાદ જણાવ્યું હતું કે, જેમ મે બે લોકોનું જીવન બચાવ્યું છે તેમ અન્ય લોકો પણ જરુરિયાતમંદ લોકોની મદદ કરે.

સર્વોત્તમ જીવન રક્ષક મેડલ, ઉત્તમ જીવન રક્ષા મેડલ અને જીવન રક્ષા મેડલ જાહેર કરવામાં આવ્યા છે જેમાં દેશના કુલ 28 જવાનોના નામ છે. જેમાં ઉત્તમ જીવન રક્ષક મેડલ માટે રામશીભાઈ અને જીવન રક્ષક મેડલ માટે અન્ય 7 જવાનોનો સમાવેસ થાય છે. જેમના નામ નીચે પ્રમાણે છે.

ઉત્તમ જીવન રક્ષક મેડલ
1. રામશીભાઈ રતનભાઈ સામદ (રબારી)

જીવન રક્ષક મેડલ
1. ભાવેશકુમાર સતુજી વિહોલ
2. ઈશ્વરલાલ મનુભાઈ સંગડે
3. મનમોહનસિંહ રાઠોડ
4. પ્રકાશકુમાર બાવચંદભાઈ વેખરિયા
5. રાહવેર વિરભદ્રસિંહ તેજસિંહ
6. રાકેશભાઈ બાબુભાઈ જાદવ
7. વિજય અજીત છાઈરા

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો