એપશહેર

ધો.8માં ભણતી છોકરીનો આપઘાત, PM રિપોર્ટમાં પ્રેગનેન્ટ હોવાનું બહાર આવ્યું

તરુણાવસ્થાના આવેશમાં થઈ ગયેલી ભૂલથી સમાજના ડરે તરુણીએ અંતિમ પગલું ભરી લીધું

I am Gujarat 30 Jan 2021, 8:36 am
સુરતઃ શહેરમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ એક વિધાર્થીના આપઘાત બાદ વધુ એક વિધાર્થીનીએ આજે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.
I am Gujarat surat standard 8 student girl shortened life in postmortem doctor found she was pregnant
ધો.8માં ભણતી છોકરીનો આપઘાત, PM રિપોર્ટમાં પ્રેગનેન્ટ હોવાનું બહાર આવ્યું


સુરતમાં સતત આપઘાતની ઘટના સમયે આવી રહી છે ત્યારે, ગતરોજ સાઇકલ ચલાવવા બાબતે પરિવારે ઠપકો આપતા વિધાર્થીના આપઘાતની ઘટના બાદ આજે વધુ એક વિધાર્થીનીએ આપઘાત કરી લીધો છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ ઉન પાટિયા પાસે ઓરિસ્સાવાસી પરિવાર રહે છે. પરિવારના મોભી અંકલેશ્વર ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં એક પુત્ર અને ચાર દીકરીઓ છે.

પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે પિતા પુત્રી પાસેથી રૂપિયા 200 લઇને શાકભાજી લેવા ગયા હતા. શાકભાજી લઈને પરત ફરેલા પિતાને દીકરી તેમના મકાનના બીજામાળે મૃત અવસ્થામાં મળી આવી હતી. 14 વર્ષની પુત્રી જે ધોરણ 8 અભિયાસ કરે છે, તેણે પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. જેથી પરિવાર દ્વારા આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગુનો દાખલ કરી આ કિશોરીનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પોસ્ટમોર્ટમ કરનાર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે તબીબે આ કિશોરીના હિસ્થોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલ્યા છે.

પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ત્યારે આ કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હશે અને તેની સાથે શરીર સંબંધ બાદ ગર્ભ રહી જતા પરિવારને આ બાબતે જણકારી મળી જશે તે બીકે આ કિશોરીએ આપઘા કરી લીધો હોવાની પોલીસ શંકા સેવી રહી છે અને તે દીશામાં પણ તપાસ શરુ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો