એપશહેર

ભરતી પ્રક્રિયામાં કૌભાંડ, વીજ વિભાગની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં થઈ હતી ગેરરીતિ, 2 ઝડપાયા

સરકારી ભરતીમાં કૌભાંડો ઓછા થવાનું જાણે નામ ન લેતુ હોય તેમ અવાર નવાર કૌભાંડોના સમાચાર સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વીજ વિભાગ દ્વારા લેવાયેલી જૂનિયર ક્લાર્કની ઓનાલઈન એક્ઝામમાં ગેરરીતિ થઈ હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચે મુંબઈથી 2 આરોપીની ધરપકડ કરી હતી.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 20 May 2023, 5:44 pm
સુરત: વીજ વિભાગ દ્વારા વર્ષ 2021-22માં જુનિય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, જ્યારે પરીક્ષાર્થી પરીક્ષામાં બેસે ત્યારે આપોઆપ જવાબ કમ્પ્યુટરમાં સેવ થતા હતા. સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી અને તપાસના અંતે સુરત ક્રાઈમ બ્રાંચે ઈન્દ્રવદન પરમાર અને ઓવેશ મહમંદ રફીક કાપડવાલા નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 11 સામે ફરિયાદ નોંધાઈ છે. આગામી દિવસમાં વધુ પાસ હાથ ઘરાઈ શકે છે.
I am Gujarat પરીક્ષામાં કૌભાંડ, 2 ઝડપાયા
પરીક્ષામાં કૌભાંડ, 2 ઝડપાયા


કેવી રીતે થઈ હતી ગેરરીતિ?
સમગ્ર કૌભાંડમાં આરોપીઓ દ્વારા સ્ક્રીન સ્પિલન્ટર સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચે ત્યારે તેમને પહેલાથી જાણ કરી દેવામાં આવી હતી. જ્યારે ઉમેદવાર કમ્પ્યુટર પર બેસે ત્યારે ટેક્નોલોજીની મદદથી સ્ક્રીન સ્પિલન્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પરીક્ષાર્થીના બદલે અન્ય વ્યક્તિ જવાબ ટીક કરતો હતો. આ રીતે નબાળા પરીક્ષાર્થીને સરળતાથી પાસ કરાઈ દેવામાં આવતો હતો.

જે નોકરી પર લાગ્યા તેમની પણ થશે તપાસ

સુરત ક્રાઈમ બ્રાંચ DCP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, આ કૌભાંડ મુદ્દે અમને શંકા ગઈ હતી. અમે આ અંગે તપાસ શરૂ કરી હતી અને શંકાસ્પદ લોકો પર વોચ ગોઠવવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં એજન્ટનો ઉપયોગકરવામાં આવ્વયો છે. હાલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 11 સામે ફરિયાદ નોંધાઈ છ. હાલ સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો આ કૌભાંડ થકી સરકારી નોકરી પર લાગ્યા છે તેમની પણ તપાસ કરવામાં આવશે.તા.09/12/2020થી તા.06/01/2021 દરમિયાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષા પ્રક્રિયામાં આરોપીઓ, પરીક્ષા કેન્દ્રના માલિકો અથવા કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટો દ્વારા એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story