એપશહેર

વલસાડ : વીજ કરંટ લાગવાથી પતિ-પત્ની અને પુત્રના મોત

વહેલી સવારે ઈલેક્ટ્રિક મોટર શરૂ કરવા ગયેલા ઘરના મોભીને કરંટ લાગ્યો, તેમને બચાવવા દોડેલા તેમના પત્ની અને પુત્ર પણ ઝપેટમાં આવ્યા, ત્રણેયના મોત નીપજ્યા

I am Gujarat 18 Aug 2020, 12:11 am
વલસાડના પારડી તાલુકામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. સોમવારે સવારે પારિયા ગામના બ્રાહ્મણ ફળિયામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના વીજ કરંટથી મોત નીપજ્યા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે સાત વાગ્યાની આસાપાસ બની હતી જ્યારે પરિવારના એક સભ્યને શોર્ટ-સર્કિટના લીધે કરંટ લાગ્યો હતો જ્યારે તેમને બચાવવા દોડેલા અન્ય બે પરિવારજનોને પણ કરંટ લાગ્યો હતો.
I am Gujarat three members of a family electrocuted in valsad
વલસાડ : વીજ કરંટ લાગવાથી પતિ-પત્ની અને પુત્રના મોત


મૃતકોની ઓળખ રુપેશ પટેલ (42), તેમના પત્ની કૈલાશ પટેલ (38) અને તેમના પુત્ર વિરલ પટેલ (21) તરીકે કરાઈ છે. મૃતકોના ડેડબૉડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે રૂપેશ પટેલ ઈલેક્ટ્રિક મોટર શરૂ કરવા ગયા હતા અને તેમને કરંટ લાગ્યો હતો. બાદમાં તેમને બચાવવા દોડેલા તેમના પત્ની અનુ પુત્રને પણ કરંટ લાગ્યા હતા. પહેલા તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારબાદ તેમને પારડી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત છે. સોમવારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં 51mm, કપરાડામાં 34mm અને વલસાડમાં 23mm વરસાદ ખાબક્યો. નવસારી જિલ્લામાં વાસંદામાં સૌથી વધુ 152mm વરસાદ પડ્યો, નવસારીમાં 61, ગણદેવીમાં 47 જ્યારે ખેરગામમાં 42mm વરસાદ પડ્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો