એપશહેર

સગાઈ તોડવા મંગેતરનું કારસ્તાન ફેક એકાઉન્ટ બનાવી યુવતીના નામે મેસેજ ફરતા કર્યા

I am Gujarat 27 Dec 2020, 1:42 pm
સુરતઃ કતારગામના સિંગણપોર વિસ્તારમાં રહેતી 25 વર્ષિય યુવતીની સગાઈ થયા બાદ તેના નામે તેના જ મંગેતરે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી સગાઈ તોડવાના ઈરાદે યુવતીના ચારિત્ર્ય બાબતે બિભત્સ મેસેજ તથા બિભત્સ ફોટા મોકલી બદનામ કરી હતી. યુવકે સંબંધીઓને બિભત્સ ફોટો અને મેસેજ બતાવી સગાઈ તોડી નાખી હતી. જેથી યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે તપાસ આદરી ખોટા એકાઉન્ટ ઉભા કરીને મેસેજ કરનાર મંગેતર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
I am Gujarat to break the engagement in surat fianc make dummy social media account of girl and defame her but cyber cell burst it out
સગાઈ તોડવા મંગેતરનું કારસ્તાન ફેક એકાઉન્ટ બનાવી યુવતીના નામે મેસેજ ફરતા કર્યા


યુવતીની સગાઈ તૂટતા ફરિયાદ અપાઈ હતી
યુવતીને સોશિયલ મીડિયામાં બદનામ કરાયા બાદ સગાઈ તૂટી ગઈ હતી. જેથી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસની ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી યુવતીનો મંગેતર જયદિપ ભીમજી તરસરીયા (ઉ.વ.આ.24)ના રહે. 100 લક્ષ્મીધામ સોસાયટી,અંકુર સ્કૂલ પાછળ આંબાતલાવડી, કતારગામ તથા મૂળ દલડી ગામ ખાંભા અને જિલ્લો અમરેલીનો હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

સગાઈ તોડવા મંગેતરે ફેક એકાઉન્ટ ખોલેલા
પોલીસની તપાસમાં જયદિપ તરસરીયાએ સ્વિકાર્યું હતું કે, તેની સગાઈ યુવતી સાથે થઈ હતી. તે સગાઈ તોડવા માટે તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉ્ટ બનાવી યુવતીના નામથી બિભત્સ મેસેજ અને બિભત્સ ફોટો મોકલી યુવતીના સગા સંબંધીઓને મેસેજ બતાવી સગાઈ તોડી નાખી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો