એપશહેર

'સાહેબ, મારી કિડની ના કાઢી લેતા...' બે દારુડિયાએ હોસ્પિટલ માથે લીધી

બે દારુડિયાનો અકસ્માત થતાં હોસ્પિટલ લવાયા, અને અડધી રાતે બંનેએ કર્યો જોરદાર તમાશો

I am Gujarat 18 Jan 2021, 1:22 pm
સુરત: એક વિચિત્ર ઘટનામાં અકસ્માતમાં ઘવાયેલા બે ભાઈઓએ હોસ્પિટલ માથે લેતા સ્ટાફ દોડતો થઈ ગયો હતો. બંનેએ દારુ પીધો હોવાથી તેમણે રાત્રે હોસ્પિટલમાં લવારો કરવાનું શરુ કર્યું હતું, અને ડોક્ટરે ટ્રીટમેન્ટ શરુ કરી ત્યારે એક ભાઈએ 'સાહેબ, મારી કિડની ના કાઢી લેતા..' તેમ કહીને તોફાન મચાવ્યું હતું, તો બીજો ડોક્ટરના પગમાં આળોટવા લાગ્યો હતો.
I am Gujarat two drunkards create ruckus in new civil hospital
'સાહેબ, મારી કિડની ના કાઢી લેતા...' બે દારુડિયાએ હોસ્પિટલ માથે લીધી


સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે તરકેશ્વર અને દીપક નામના બે શખ્સને ઘાયલ અવસ્થામાં 108 દ્વારા ટ્રીટમેન્ટ માટે લાવવામાં આવ્યા હતા. પાંડેસરાના બંને ભાઈઓને એક અકસ્માત થયો હતો, અને તેમાં તેમને ઈજા થઈ હતી. જોકે, તે વખતે બંને નશાની હાલતમાં હતા, અને તેમને બોલવા-ચાલવાના હોશ પણ નહોતા.

ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવેલા આ બંને બંધુઓએ નશાની હાલતમાં નાટકો શરુ કરતાં ડોક્ટરને પોતાની કિડની ના કાઢી લેવા વિનંતી કરી હતી, અને એક ભાઈ ડોક્ટરના પગમાં આળોટવા માડ્યો હતો. ડૉક્ટરે પાટાપિંડી માટે માઈનોર ઓટીમાં જવાનું કહેતાં તેમણે અંદર ઘૂસીને દરવાજો બંધ કરી દેતા હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

આખરે લાંબી મથામણ બાદ એક કર્મચારી બારીના ભાગેથી મહામહેનતે અંદર ઘૂસ્યો હતો, અને અંદરથી દરવાજો ખોલી બંને દારુડિયા ભાઈને બહાર કાઢી સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યા હતા. આ મામલે સિવિલના સ્ટાફ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો