એપશહેર

પતિને આપઘાતની દુષ્પ્રેરણા આપવાના કેસમાં વોચમેન સાથે અફેર ધરાવતી પત્નીને જામીન

પત્નીના લફરાંની જાણ થતાં પતિએ પત્ની અને પ્રેમીને સમજાવ્યાં હતાં, પરંતુ ભૂલ સ્વીકારવાને બદલે પત્નીએ માગ્યા હતા છૂટાછેડા

I am Gujarat 16 Jan 2021, 1:20 pm
સુરત: પત્નીના અફેરથી કંટાળેલા પતિએ આપઘાત કરી લેવાના મામલે કોર્ટે પત્નીને આપઘાતની દુષ્પ્રેરણા આપવાના કેસમાં જામીન આપી દીધા છે. અડાજણ પોલીસે 34 વર્ષની હિના ખન્ના અને તેના બોયફ્રેન્ડ સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો. હિનાના પતિ પારસ ખન્ના ઓટોમોબાઈલ રિસેલનો વ્યવસાય કરતા હતા, અને તેમણે 14 ડિસેમ્બરે આપઘાત કર્યો હતો.
I am Gujarat surat suicide case
પ્રતિકાત્મક તસવીર


મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે પારસની પત્ની હિનાની 10 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. ફરિયાદમાં પારસની માતાએ એવો આક્ષેપ કર્યો હતો કે હિનાનું તેની બિલ્ડિંગના વોચમેન અંકિત પ્રસાદ સાથે લફરું હતું. જેનાથી ત્રસ્ત થઈને જ પારસે આપઘાત કર્યો હતો. પારસે નવેમ્બરમાં પણ જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બચાવી લેવાયો હતો. પારસ અને હિનાના પ્રેમલગ્ન 12 વર્ષ પહેલા થયા હતા. તેમને કોઈ સંતાન નહોતું અને તેઓ આઠ મહિના પહેલા સ્તુતિ આઈકનમાં રહેવા આવ્યા હતા.

હિનાના વકીલે કોર્ટમાં તેની જામીન અરજી પર થયેલી સુનાવણીમાં દલીલ કરતા જણાવ્યું હતું કે હિનાને પારસના પરિવારે વહુ તરીકે ક્યારેય સ્વીકારી જ નહોતી. તેના વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેનો ઉદ્દેશ માત્ર તેને પરેશાન કરવાનો છે. પારસ ખન્ના નાણાંની તંગી હોવાના કારણે માનસિક તણાવમાં હતા અને તેઓ ચેઈન સ્મોકર હતા. હિના ખન્ના સામે તેના લગ્નેત્તર સંબંધ હોવા સિવાય બીજો કોઈ આરોપ નથી.

પારસ ખન્નાએ જીવન ટૂંકાવતા પહેલા પત્નીના પ્રેમીના ફોટોગ્રાફ્સ પોતાના મિત્રોને મોકલીને પોતે તેના કારણે જીવન ટૂંકાવી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સોસાયટીમાં નવી રહેવા આવેલી હિના અને વોચમેન પ્રસાદ વચ્ચે ઓળખાણ થઈ હતી, અને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયાં હતાં.

પારસને આ અંગે જાણ થતાં તેણે હિના અને પ્રસાદને સમજાવીને તેમના સંબંધો પૂરા કરી દેવા જણાવ્યું હતું. જોકે, હિનાએ તેમ કરવાના બદલે પારસને છૂટાછેડા આપી દેવા માટે દબાણ કરવાનું શરું કર્યું હતું. જેના લીધે પારસ તણાવમાં આવી ગયો હતો. હિનાએ પોતે પણ પોલીસને પૂછપરછ દરમિયાન તેના વોચમેન પ્રસાદ સાથે પ્રેમસંબંધો હોવાનો સ્વીકાર કર્યો હતો.

Read Next Story