એપશહેર

સુરત: પ્રેમી સાથે રહેવા શિક્ષિકાએ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું, આવ્યો કરુણ અંજામ

શિવાની જોષી | TNN 23 Oct 2019, 9:40 am
સુરત: ‘દગો કોઈનો સગો નહીં’ આ કહેવતને સાર્થક કરતી ઘટના ડાયમંડ સિટી સુરતમાં બની છે. એક સ્કૂલની શિક્ષિકાએ બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ દાવ ઊંધો પડી ગયો. શિક્ષિકાને પતિ અને પ્રેમી બંનેને ગુમાવવાનો વારો આવ્યો. પોલીસે શિક્ષિકા ખુશ્બૂ પટેલ સામે ગુનો નોંધ્યો છે. ખુશ્બૂ પટેલના પતિ કમલ (35 વર્ષ) અને બોયફ્રેન્ડ તુષાર પટેલ (28 વર્ષ) એકબીજા સાથે ઝઘડવાના ચક્કરમાં કોસમ કંટારા નજીક આવેલા તળાવમાં ડૂબી જતા બંનેના મોત થયા. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો તુષાર અને ખુશ્બૂએ ઘડેલા ષડયંત્ર પ્રમાણે, તુષાર કમલને તળાવમાં ધક્કો મારવાની કોશિશ કરતો હતો. એ વખતે કમલે તુષારને પણ તેની સાથે તળાવમાં ખેંચી લેતા બંનેના ડૂબવાથી મોત થયા હતા. મંગળવારે બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કમલની હત્યા કરવાના અને તેને તળાવ સુધી લાવવાના ષડયંત્રનો ભાગ હોવાથી ખુશ્બૂની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમી-પ્રેમિકાએ ઘડેલા પ્લાન પ્રમાણે, પબ્લિક સ્કૂલમાં ટીચર ખુશ્બૂએ ઈલેક્ટ્રોનિક સાધનો રીપેર કરતાં તેના પતિ કમલને દીકરીને વરિયાવ ગામથી લઈને તળાવે આવવાનું કહ્યું હતું. પ્લાન પ્રમાણે ખુશ્બૂએ પતિ કમલને તળાવ પાસે રોકવાનું કહ્યું કારણકે તેને બાથરૂમ જવું હતું. કમલે બાઈક ઊભું રાખતા પ્લાન મુજબ ખાનગી બેંકમાં પટાવાળાની નોકરી કરતો તુષાર આવ્યો અને તેના પર હુમલો કર્યો હતો. તુષારે કમલને તળાવમાં ધક્કો મારવાની કોશિશ કરી પરંતુ કમલે તેનો કૉલર મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. એટલે બંને તળાવમાં પડ્યા હતા. બંનેએ અંદર પડ્યા બાદ એકબીજાને પાણીમાં ધકેલવાની કોશિશ કરી હતી પરંતુ અંતે બંનેના ડૂબવાથી મોત થયા, તેમ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું. ડઘાઈ ગયેલી ખુશબૂએ મદદ માટે આસપાસના સ્થાનિકોને મદદ માટે બૂમાબૂમ કરી હતી. બાદમાં બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, ખુશ્બૂ અને તુષારની મુલાકાત લગભગ દોઢ વર્ષ પહેલા અડાજણમાં સરકારી નોકરીને લગતા એક સેમિનારમાં થઈ હતી. સરકારી નોકરી મેળવવા તૈયારી કરવા માટેનું શૈક્ષણિક મટિરિયલ એકબીજાને પૂરું પાડવા કરેલી દોસ્તી ધીમે-ધીમે પ્રેમમાં પરિણમી હતી. કમલને 4 મહિના પહેલા પત્નીના લફરા વિશે જાણ થઈ હતી. એ વખતે ખુશ્બૂએ તેની પાસે છૂટાછેડા માગ્યા હતા પરંતુ કમલે ના પાડી હતી. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું, “ખુશ્બૂ તુષાર સાથે જિંદગી વિતાવવા માગતી હતી. એટલે તેમણે કમલની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. એક મહિના અગાઉ પણ તેમણે કમલને આ જ રીતે તળાવ પાસે મારવાની કોશિશ કરી હતી. ખુશ્બૂ કોઈ બહાને કમલને તળાવ પાસે લઈ ગઈ પરંતુ તુષાર મોડો આવતા પ્લાન નિષ્ફળ રહ્યો હતો. બીજા પ્રયાસમાં કમલ અને તુષાર બંનેના મોત થયા.”
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો