એપશહેર

દાહોદઃ મોબાઈલ પર વાત કરતી બે યુવતીઓની જાહેરમાં મારપીટ, વીડિયો વાઇરલ

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં ગામનું ટોળું ભેગુ થયેલું છે. જાહેર પંચની સામે જ યુવતીઓની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવ્યાં. યુવતીઓના વાળ ખેંચીને ગડદાપાટુનો માર મરાયો

I am Gujarat 7 Jul 2022, 2:18 pm

હાઈલાઈટ્સ:

  • ધાનપુર તાલુકાના ભુવેરો ગામમાંથી યુવતીઓને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
  • મોબાઈલ પર વાત કરવા જેવી નજીવી બાબતને લઈને જાહેર પંચ સામે જ યુવતીઓની મારપીટ
  • અગાઉ ખજુરી ગામે મહિલાના ખભા પર પતિને બેસાડી આખા ગામમાં પરેડ કરાવવામાં આવી હતી

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat dahod main
દાહોદઃ દાહોદ જીલ્લામાંથી ફરી એક વાર શર્મસાર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. દાહોદ જીલ્લાનાં ધાનપુર તાલુકાના ભુવેરો ગામમાંથી આ ઘટના સામે આવી છે. આ ગામમાં રહેતી બે યુવતીઓને જાહેરમાં માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જાહેર પંચની સામે જ કેટલાંક પુરૂષો આ યુવતીને માર મારતા નજરે પડી રહ્યાં છે.
જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાઇરલ થઈ ગયો કે પોલીસ પાસે પણ પહોંચી ગયો. બાદમાં ધાનપુર પોલીસે વીડિયોને લઈને 12 લોકો સામે ગુનો નોંધીને તેઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે, દાહોદમાં વારંવાર યુવતીઓ કે મહિલાઓને આ રીતે જાહેરમાં તાલિબાની સજા આપવાના વીડિયો વાઇરલ થતા હોય છે.


સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં ગામનું ટોળું ભેગુ થયેલું છે. જાહેરમાં પંચની સામે જ યુવતીઓની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવ્યાં. વીડિયોમાં દેખાય છે કે, યુવતીઓની આજુબાજુમાં કેટલાંક લોકો ઊભા છે અને તેમને વિવિધ સવાલો કરી રહ્યાં છે. આ મોબાઈલ પર વાત કરતા હતા એ મોબાઈલ ક્યાંથી આવ્યો, કોણે આપ્યો અને કોનો નંબર છે વગેરે જેવા પ્રશ્નો પૂછી રહ્યાં છે.

શિલ્પા શેઠ્ઠીની અઢી કલાક સુધી ‘લેફ્ટ રાઈટ’, પોલીસના આ સવાલોથી અનેક વાર રડી પડી
થોડી મીનિટો સુધી સવાલો કરે છે અને પછી ગામના ટોળામાંથી એક શખ્સ આગળ આવે છે અને યુવતીને જોરદાર લાફો મારી દે છે. તેની સાથે જોરદાર મારપીટ કરવામાં આવે છે. ત્યાર બાદ બીજી યુવતીનો વારો આવે છે. એક શખ્સ આ યુવતીના વાળ પકડીને જમીન પર પછાડે છે અને ગડદાપાટુનો માર મારે છે.

દાહોદ જીલ્લામાં આ રીતે યુવતીઓ કે મહિલાઓને માર મારવાની પહેલી ઘટના નથી. થોડાં જ દિવસો પહેલાં દાહોદના ધાનપુરના ખજુરી ગામે પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીના પતિને તેના ખભા પર બેસાડીને આખા ગામમાં ચલાવી હતી. તેને અર્ધનગ્ન કરીને ગામમાં સરઘસ કાઢ્યું હતું. ત્યારે ફરી એક વાર આવો જ કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે પણ આ મામલે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

Read Next Story