એપશહેર

પુત્રની સારવાર માટે પિતાએ USમાં નોકરી કરીને બચાવેલા 800 ડોલર ચોરાઈ ગયા

અમેરિકાથી વડોદરા આવેલા આધેડને શટલ રીક્ષાની મુસાફરી મોંધી પડી, રીક્ષામાં પાછળ બેસેલા 3 ઈસમોએ ધક્કામુક્કી કરીને 800 ડોલર સેરવી લીધા.

I am Gujarat 28 Nov 2020, 2:18 pm
વડોદરા: પુત્રની સારવાર માટે પિતાએ અમેરિકામાં નોકરી કરીને બચાવેલા 800 ડોલર ચોરાઈ ગયા હોવાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ અટલાદરા-બિલ રોડ પર અવધ ઉપવન ખાતે રહેતા 59 વર્ષીય રજનીકાંત કનુભાઈ પંચાલ અમેરિકામાં રહેતી દીકરીને મળવા ગયા હતા. જ્યાંથી 31 ઓક્ટોબરે પરત આવ્યા હતા. રજનીકાંતભાઈ અમેરિકામાં નોકરી કરી કમાણીના 800 ડોલર લઈ આવ્યા હતા. જો કે, ડોલરને એક્સચેન્જ કરાવવા માટે નીકળેલા આધેડ અટલાદરાથી રિક્ષામાં બેસતા રિક્ષામાં સવાર ત્રિપુટીએ ધક્કામુક્કી કરીને ખિસ્સામાંથી ડોલર સેરવી લીધા હતા.
I am Gujarat 8
માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ- ફાઈલ


...અને 800 ડોલર ચોરાઈ ગયા
રજનીકાંતભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, મારે એક દીકરો અને બે દીકરીઓ છે, જેમાંથી એક દીકરી તુલસી છેલ્લા 10 વર્ષથી અમેરિકા ખાતે રહે છે. તેણીને મળવા ગયો હતો અને 31 ઓક્ટોબરે પરત આવ્યો હતો. હું અમેરિકા ખાતે નોકરી કરતો હતો અને તે નોકરીમાંથી કમાવેલા 800 ડોલર હું મારી સાથે લઈને આવેલ હોવાથી ડોલરને ઈન્ડિયન કરન્સીમાં ચેન્જ કરાવવા માટે રાવપુરા ન્યાય મંદિર પાસે આવેલી મનીગ્રામ નામની ઓફિસે જવા ઘરેથી નીકળ્યો હતો.

રીક્ષામાં 3 ઈસમોએ ધક્કામુક્કી કરી
આ દરમિયાન રજનીકાંતભાઈ અટલાદરા નારાયણવાડી પાસે ઉભા હતા ત્યારે પાદરા તરફથી એક રીક્ષાચાલક તેની પાછળની સીટ પર 3 વ્યક્તિઓને બેસાડી તેમની તરફ આવ્યો અને ક્યાં જેવું તેવું પૂછ્યું હતું. જેથી તેમણે રાવપુરા ન્યાયમંદિર જવાનું હોવાની જણાવતા ડ્રાઈવરે રીક્ષાની પાછલની સીટ પર 3 ઈસમોની વચ્ચે બેસાડ્યા હતા. ત્યારબાદ ચાલુ રીક્ષાએ ત્રણેય ઈસમોએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.

કારણ વગર રીક્ષામાંથી ઉતારી દીધા
આ દરમિયાન અટલાદરા પ્રેમવતી રેસ્ટોરન્ટ આવતા ડ્રાઈવરે રીક્ષા ઉભી રાખી હતી અને તેમને વગર કારણે રીક્ષામાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. બાદમાં શંકા જતા તેઓએ પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને જોયું તો 800 ડોલર રોકડા ગાયબ હતા. ત્યારબાદ ત્રણેય શખ્સો ઉપરાંત રીક્ષાચાલકની તપાસ કરી પરંતુ કોઈ માહિતી ના મળતા પોલીસ ફરિયાદ કરી.

'પુત્ર બીમાર રહે છે': રજનીકાંત પંચાલ, ફરિયાદી
ફરિયાદી રજનીકાંત પંચાલના જણાવ્યા અનુસાર તેમનો દીકરોસતત બીમાર રહે છે. જેથી તે કંઈ કામકાજ કરી શકતો નથી. ઘણી દવા-દુવા કરી પણ કોઈ અસર થતી નથી. હાલ દીકરીને સાળંગપુર દાદાના ધામમાં મૂકી આવ્યા છે. અને હાલ તેઓ પોતે પણ ત્યા જ છે. પોલીસે દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપી મળી ગયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો